Posts

Showing posts from November, 2024

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

Image
  મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY) સત્ય ઘટના પર આધારીત આ સિરીઝ ઘણી ડાર્ક છે. શૃંખલામાં ડાર્ક થીમ્સ અને તીવ્ર દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે. કથાની વિષયવસ્તુ પ્રેક્ષકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે અને સામગ્રીની પ્રકૃતિ માટે તેમને તૈયાર કરે છે. આ લેખ હ્રદય સાબૂત હોય તે લોકો વાંચશે એવો આગ્રહ રાખું છું.   કથાઃ ૧૯૮૯માં બે સગા ભાઈ તેમના માતા-પિતાનું ખૂન કરે છે. તે વિષયના આધાર પર શૃંખલાની કથા આગળ વધે છે. વાર્તા એરિક - લાયલ - હોસેના બચપણ-ભૂતકાળમાં ડૂબકી લગાવે છે અને તેમની હાલની પરિસ્થિતી જણાવે છે. મોટો દીકરો (લાયલ) જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેના પિતા (હોસે) તેની સાથે નાહવા જતાં. તેના શરીર-ગુપ્તાંગને અડતા. લાયલ જ્યારે નવ વર્ષનો થયો અને તેનો નાનો ભાઈ(એરિક) સાત વર્ષનો થયો , તેના પિતાએ એરિક સાથે પણ એવું કૃત્ય શરૂ કરી દીધું. તેમની માતાને ખ્યાલ હતો તેનો પતિ બાળકો સાથે સામાન્ય વર્તન નથી કરી રહ્યો પરંતુ તેણી દારૂ અને નશીલિ દવાથી પોતાનું મન મનાવી લે છે. ઘરમાં ઝઘડાઓ , બાળકો સાથે મારઝૂડ અને અભદ્ર ભાષાનો ઉપયોગ વર્ષોથી ચાલતો આવતો હતો. પણ શું આટલા કા...