આઇ વોંટ ટૂ ઈટ યોર પેંક્રિયાસ x લવિંગ વીંસેંટ x ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ x રેસ્ટલેસ
મર્ડર , મર્ડર મર્ડર! કોઈ એક્શન - સસ્પેન્સ - થ્રીલરમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એટલું દુખ નથી થતું જેટલું આવી રોમેન્ટીક-લોનલી ફિલ્મોમાં કોઈ મૃત પામે તો થાય છે. આમ , તો ઘણી રોમેન્ટીક ફિલ્મોમાં પાત્રો પ્રાસંગિક રૂપે મૃત્યુ પામતા હોય છે પણ જો આંતરરાષ્ટ્રીય લેવલ પર આ શ્રેણીની સર્વોચ્ચ અને શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે તો હું આ ચાર ફિલ્મો પસંદ કરું. તેની પાછળ બે કારણ છે. કારણ ૧: આ ચારેય ફિલ્મો અલગ દેશ અને અલગ કલ્ચર રજૂ કરે છે. કારણ:૨ આ બધી ફિલ્મોનું બેકગ્રાઉંડ મ્યુસિક અદ્ભુત છે. આઇ વોંટ ટૂ ઈટ યોર પેંક્રિયાસ એનિમે નામની જાપાની એનિમેશનમાં બનેલું આ મૂવી કદાચ પુખ્ત લોકોને લાગે કે નાના બાળકોનું કાર્ટૂન હશે પણ એવું નથી. આ ફિલ્મ કઈક અલગ જ કક્ષાની પુખ્તતા ધરાવે છે. ફિલ્મના નામનો અર્થ થાય છે મારે તારું સ્વાદુપિંડ ખાવું છે. જી , હા પેટમાં જઠર નીચે આવેલા શરીરના એક ભાગની જ વાત થઈ રહી છે. હવે , તમને એમ થાય કે રોમેન્ટીક ફિલ્મમાં આવી આદમખોરીની વાત ક્યાંથી આવી ? એ જાણવા જરૂર ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મમાં એનિમેશન અને સિનેમેટિક વ્યૂ સુંદર છે. પાત્રોના ડાઈલોગ અતિશય રોમેન્ટીક અન...