આઇ વોંટ ટૂ ઈટ યોર પેંક્રિયાસ x લવિંગ વીંસેંટ x ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ x રેસ્ટલેસ

 


 

મર્ડર, મર્ડર મર્ડર! કોઈ એક્શન-સસ્પેન્સ-થ્રીલરમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એટલું દુખ નથી થતું જેટલું આવી રોમેન્ટીક-લોનલી ફિલ્મોમાં કોઈ મૃત પામે તો થાય છે. આમ, તો ઘણી રોમેન્ટીક ફિલ્મોમાં પાત્રો પ્રાસંગિક રૂપે મૃત્યુ પામતા હોય છે પણ જો આંતરરાષ્ટ્રીય લેવલ પર આ શ્રેણીની સર્વોચ્ચ અને શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે તો હું આ ચાર ફિલ્મો પસંદ કરું. તેની પાછળ બે કારણ છે. કારણ ૧: આ ચારેય ફિલ્મો અલગ દેશ અને અલગ કલ્ચર રજૂ કરે છે. કારણ:૨ આ બધી ફિલ્મોનું બેકગ્રાઉંડ મ્યુસિક અદ્ભુત છે.

 


આઇ વોંટ ટૂ ઈટ યોર પેંક્રિયાસ

એનિમે નામની જાપાની એનિમેશનમાં બનેલું આ મૂવી કદાચ પુખ્ત લોકોને લાગે કે નાના બાળકોનું કાર્ટૂન હશે પણ એવું નથી. આ ફિલ્મ કઈક અલગ જ કક્ષાની પુખ્તતા ધરાવે છે. ફિલ્મના નામનો અર્થ થાય છે મારે તારું સ્વાદુપિંડ ખાવું છે. જી, હા પેટમાં જઠર નીચે આવેલા શરીરના એક ભાગની જ વાત થઈ રહી છે. હવે, તમને એમ થાય કે રોમેન્ટીક ફિલ્મમાં આવી આદમખોરીની વાત ક્યાંથી આવી? એ જાણવા જરૂર ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મમાં એનિમેશન અને સિનેમેટિક વ્યૂ સુંદર છે. પાત્રોના ડાઈલોગ અતિશય રોમેન્ટીક અને હ્રદયદ્રાવક છે. જોકે, ફિલ્મ પતશે ત્યાં સુધી તમને એવા કોઈ રોમેન્ટીક સીન જોવા નહીં મળે. બસ, બે પાત્રોની અંદર ચાલતો પ્રવાસ એકબીજાની સાથે ચાલતો દર્શાવાયો છે.

હું આ ફિલ્મને ૭.૫ સ્ટાર આપું છું.

 



લવિંગ વીંસેંટ

ફ્રેંચ અને બ્રિટિશ ક્લાસિક સંસ્કૃતિ રોયલ જીવનશૈલી માટે આજે પણ જગપ્રસિધ્ધ છે. એમાં પણ ફ્રેંચના વિશ્વવિખ્યાત પેઈંટરના જીવનચરિત્ર પર બનેલી ફિલ્મ આર્ટ ક્લાસિક ફિલ્મનુ એક ઉમદા-ઉત્તમ ઉદાહરણ છે. વીંસેંટ વાન ગોઘ એક ચિત્રકાર છે. જેમના આપઘાત કરવા પર ફિલ્મ આગળ વધે છે. આ ફિલ્મ પ્રસ્તુત કરવાનો યુનિક અપરોચ અપનાવાયો છે. જેમાં ૩૫,૦૦૦થી વધુ દોરેલા ચિત્રોના ઉપયોગથી આખું એનિમેશન બનાવામાં આવ્યું છે. ફિલ્મનુ ઈન્ટેન્સ મ્યુસિક ભારોભાર વ્યગ્રતા જકડી રાખે છે. દરેક કલાકારે અને દરેક વ્યક્તિ જે કળાની કદર કરતો હોય, તેને માણતો હોય એ દરેકે આ ફિલ્મ અચૂક જોવી. પીડા અને મૃત્યુ આ ફિલ્મમાં સાપેક્ષ મૂકવામાં આવી છે.

હું આ ફિલ્મને ૭.૫ સ્ટાર આપું છું.

 



ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ

એક નવલકથા પરથી બનેલી આ ફિલ્મ બહુ પ્રેમસભર અને ડિસેંટ પ્રકારની છે. મોડર્ન લવ સ્ટોરી કેવી હોય? તે આ ફિલ્મમાં જોઈ શકાય છે. અગસ્ટસ વોટર્સ અને હેઝલ ગ્રેસ બંને મૃત્યુની નજીક હોય છે. તેઓ અસાધ્ય રોગ સાથે જન્મ્યા હોય છે. સપોર્ટ ગ્રૂપમાં એકબીજાને મળે છે અને તેમના જીવનમાં બાકી બચેલો સફર શરૂ થાય છે. મરતા પહેલા તેઓ શું કરે છે? એ ખરેખર જાણવા જેવુ છે. આ ફિલ્મ ઘણી પીડાઓ અને ઉદાસીથી ભર્યું છે. સ્વ. અભિનેતા સુશાન્તસિંહ રાજપૂતનું અંતિમ મૂવી દિલ બેચારા આ ફિલ્મનું રિમેક છે.

હું આ ફિલ્મને ૭ સ્ટાર આપું છું.

 



રેસ્ટલેસ

આ ફિલ્મ વિશેષ છે. એક કન્યા જેને લોકોના બેસણામાં જવું ગમે છે. તેની આ વાત છે. તે એના ખાલી સમયમાં શું કરે છે? જાણો મૃતકોના બેસણામાં.

હું આ ફિલ્મને ૬ સ્ટાર આપું છું.

 

-કીર્તિદેવ

Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ