લાલસિંહ ચઢ્ઢા x બોયકોટ લાલસિંહ ચઢ્ઢા
લાલસિંહ ચઢ્ઢા x બોયકોટ લાલસિંહ ચઢ્ઢા જે લોકોએ ફોરેસ્ટ ગમ્પ ફિલ્મ જોઈ છે, એમને જણાવી દઉં તે ફિલ્મના અડેપશનમાં ઘણો તફાવત છે. ઘણા ફેરફાર થયા છે. ફોરેસ્ટ ગમ્પ કે લાલસિંહ ચઢ્ઢા જોવા જેવી ફિલ્મ છે કે નહીં? જાણીએ આગળ. આ કહાની મધ્યમ કરતાં ઓછો બૌદ્ધિક આંક ધરાવતા બાળકની છે. લાલસિંહ બચપણમાં પગની બીમારી સાથે જનમ્યો હોય છે. તે તરુણાવસ્થામાં આવે ત્યાં સુધીમાં તેના પગ સાજા થઈ જાય છે. લાલસિંહ ભોળો છોકરો છે. તેની નિર્દોષતા તેની પરિપક્વતા સાથે કાયમ રહે છે. તેની બાળપણની બહેનપણી રૂપા લાલસિંહ સાથે મોટી થાય છે. બંને સાથે-સાથે કોલેજ જાય છે. લાલસિંહ રૂપાને ચાહવા લાગે છે પણ રૂપાના જીવનના મનસૂબા અલગ હોય છે. રૂપાને એક સાધારણ સ્ત્રી બનીને નથી રહેવું. તે પોતાના સપના પૂરા કરવા માંગતી હોય છે. કોલેજ બાદ બેઉના રસ્તા બદલાય છે. લાલસિંહ ફોજમાં ભરતી થાય છે અને રૂપા મુંબઈ આવે છે. લાલસિંહ જીવનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરે છે. લાલસિંહનો રૂપા માટેનો પ્રેમ ફિલ્મની કહાનીને અંત સુધી લઈ જાય છે. લાલસિંહની રૂપા માટેની લાગણી અચરજ પમાડે એવી છે. રૂપા દ્વારા તરછોડાયા બાદથી લઈને તેને ગુમાવા સુધીની દરેક પળમાં લાલસિંહ તેને પ્રેમ કરે છે. હંમેશ...