માવજત
માવજત ભારતીય બાળકોને મા-બાપનું વેલિડેશન શું કામ જોઈએ છે ? શું કામ પરિવારની સહમતી વગર આગળ વધવું નરક બની જાય છે ? અગ્નિપથ(૨૦૧૨) ફિલ્મમાં વિજય જિંદગીભર પ્રતિશોધની જ્વાળામાં સળગતો રહ્યો. પોતાના પિતાના ખૂનનો બદલો લેવા પંદર વર્ષ સુધી અંડરવર્લ્ડમાં અવૈધ કામ કરતો રહ્યો , પંદર વર્ષ સુધી તેની માતા સાથે અબોલા રહ્યા. મા-દીકરા વચ્ચે વૈચારિક મતભેદ હતા. માતા શાંતિથી જીવવા માંગતી હતી. પતિને ખોયા બાદ દીકરાને ખોવા ન હતી માંગતી પણ વિજય બદલો લીધા વગર ન જંપયો. ખરી ટ્રેજેડી વિજયની માતાની પણ કહી શકાય. જેને ના પતિનું સુખ મળ્યું કે ના દીકરાનું. તે દીકરાનું સુખ ભોગવી શકી હોત પણ વિજય અવળા રસ્તા પર હતો અને માતાના મૂલ્યો વિરુદ્ધ વર્તી રહ્યો હતો. અંતે , જ્યારે વિજય છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ત્યારે માતાનું મન પીગળ્યું. મરતા પહેલા વિજય તેની “ આઈ ” પાસે વેલિડેશન માંગતો રહ્યો: “આઈ , મેને ઠીક કીયાના આઈ ? મેને ઠીક કીયાના... ?” આખી જિંદગી વિજય પારિવારિક સમસ્યાઓની અંતર્ગત રહ્યો અને મર્યો ત્યારે કુટુંબે સ્વીકાર કર્યો. એક કિસ્સો સમાચારમાં આવ્યો હતો: પરિવારજનોએ લગ્નની સહમતી ન આપતા પ્રેમી ય...