સિસ્ટમ vs સિનેમા
સિસ્ટમ vs સિનેમા લોકશાહીની ન્યાયવ્યવસ્થા પર જેટલી ફિલ્મો ભારતમાં બની છે એટલી ક્યાંય નહીં બની હોય. દેશની ન્યાયવ્યવસ્થા સામે ન્યાય મેળવવો આજે એક પડકાર બની ગયો છે. દિલ્લી ક્રાઇમ્સ , આર્ટીકલ 15 , સેક્સન 375 , જય ભીમ , દૃશ્યમ , ગબ્બર ઈઝ બેક , ભક્ષક વગેરે. આ બધી ફિલ્મો/વેબ સીરિઝ છેલ્લા એક દાયકામાં બની છે. આ ફિલ્મો/વેબ સીરિઝમાં જોઈ શકાય છે ન્યાય મેળવવા કેટલી જહેમત વેઠવી પડે છે. આના સિવાય અને આની પહેલા શાંઘાઇ , જોલી એલ.એલ.બી. , સરકાર , સરકાર રાજ , ઠાકરે સિવાય ઘણી ફિલ્મો આવી. ખાસ તો દક્ષિણ ભારતમાં અજબ અને અલગ રાજકીય મુદ્દા વિષે ફિલ્મો બનતી આવી છે. તેની સામે પ્રોપગેંડા ફિલ્મો/વેબ સીરિઝ પણ છેલ્લા એક દાયકામાં ઘણી આવી. ધ કશ્મીર ફાઇલ્સ , મોદી અ જર્ની ઓફ અ કોમન મેન , એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર , પી.એમ. નરેન્દ્ર મોદી , અને ધ કેરલા સ્ટોરી આવી. ટૂંક સમયમાં 2002ના રમખાણો અને વિનાયક સાવરકર પર ફિલ્મ આવવાની છે. સત્ય ઘટના આધારિત ફિલ્મી રૂપાંતર સામે સાચી ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ ઇન્ટરનેટ પર મળી આવે છે. જે સત્ય ખોળતા હોય તેઓ ડોક્યુમેન્ટરીમાંથી પોતાની હકીકત દ્રઢ કરી શકે છે. બે વર્ષ પહેલા...