બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ
બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ ગેમની શ્રેણી: Action - Adventure-Fantasy-RPG Controversy before release: ગેમ રીલીઝ થવાના એક વર્ષ પહેલા ૨૦૨૩માં જ્યારે ગેમનું ટ્રેલર રીલીઝ થયું. એવું તરત ગેમિંગ વર્લ્ડ અને ગેમ લવર્સમાં ટ્રેલર વાઇરલ થઈ ચર્ચાનું કેન્દ્ર બની ગયું. દરમિયાન પશ્ચિમી દેશો , WOKE લોકો તેમજ ચીનના નાગરિકો દ્વારા ગેમના ડેવલપર્સ , ચાઇનીઝ રાજનૈતિક દળ CPC અને બ્લેક મિથ વુકોંગનો વિરોધ થવા લાગ્યો. આ બધા વિવાદમાંથી બહાર આવી ઓગસ્ટ ૨૦૨૪માં ગેમ રીલીઝ થઈ બ્લેક મિથ વુકોંગ. આ ગેમના વિવાદ જાણતા પહેલા ગેમ વિષે જાણીએ. ઈંડિ - ચાઇનીઝ સ્ટુડિયો “ગેમ સાઇન્સે” આ ગેમ બનાવી છે. બ્લેક મિથ વુકોંગ ચાઇનીઝ માઇથોલોજી અને લોકવાયકાથી પ્રભાવિત છે. પશ્ચાદભૂમિ: ગેમની વાર્તા સમજવા માટે પાત્રો અને ઘટનાઓની પૂર્વભૂમિકા જાણવી જરૂરી છે. બ્લેક મિથ વુકોંગ પંદરમી સદીના ચીની લેખક વુ ચેંગનની નવલકથા જર્ની ટુ ધ વેસ્ટથી પ્રભાવિત છે. નવલકથા સાધુ ઝુઆનઝાંગની વાસ્તવિક જીવનની સફરમાંથી પ્રેરણા લે છે , જેણે ચીનથી ભારતનો પ્રવાસ કર્યો હતો. આ નવલકથા ચીનની ચાર મહાન નવલકથાઓમાંની એક છે. જર્ની ટુ ધ વેસ્ટ પરથી વિભિન્ન ...