બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ
બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ
ગેમની શ્રેણી: Action-Adventure-Fantasy-RPG
Controversy before release: ગેમ રીલીઝ થવાના એક
વર્ષ પહેલા ૨૦૨૩માં જ્યારે ગેમનું ટ્રેલર રીલીઝ થયું. એવું તરત ગેમિંગ વર્લ્ડ અને
ગેમ લવર્સમાં ટ્રેલર વાઇરલ થઈ ચર્ચાનું કેન્દ્ર બની ગયું. દરમિયાન પશ્ચિમી દેશો, WOKE લોકો તેમજ
ચીનના નાગરિકો દ્વારા ગેમના ડેવલપર્સ, ચાઇનીઝ રાજનૈતિક
દળ CPC અને બ્લેક મિથ વુકોંગનો વિરોધ થવા લાગ્યો. આ બધા વિવાદમાંથી બહાર આવી ઓગસ્ટ
૨૦૨૪માં ગેમ રીલીઝ થઈ બ્લેક મિથ વુકોંગ. આ ગેમના વિવાદ જાણતા પહેલા ગેમ વિષે
જાણીએ.
ઈંડિ-ચાઇનીઝ સ્ટુડિયો “ગેમ સાઇન્સે” આ ગેમ બનાવી છે. બ્લેક મિથ
વુકોંગ ચાઇનીઝ માઇથોલોજી અને લોકવાયકાથી પ્રભાવિત છે.
પશ્ચાદભૂમિ: ગેમની વાર્તા સમજવા માટે પાત્રો અને ઘટનાઓની
પૂર્વભૂમિકા જાણવી જરૂરી છે. બ્લેક મિથ વુકોંગ પંદરમી સદીના ચીની લેખક વુ ચેંગનની
નવલકથા જર્ની ટુ ધ વેસ્ટથી પ્રભાવિત છે. નવલકથા સાધુ ઝુઆનઝાંગની વાસ્તવિક જીવનની
સફરમાંથી પ્રેરણા લે છે, જેણે ચીનથી ભારતનો
પ્રવાસ કર્યો હતો. આ નવલકથા ચીનની ચાર મહાન નવલકથાઓમાંની એક છે. જર્ની ટુ ધ વેસ્ટ
પરથી વિભિન્ન પ્લેટફોર્મ પર તેના અડેપ્શન થયા છે. ફિલ્મો, ચિત્રો, નાટકો, ટીવી
સીરિઝ, કોમિક્સ-એનિમેશન, ડાન્સ થિયેટર વર્ક, ગેમ્સ અને
બુક રેફરન્સીસ. આ તમામ અડેપ્શનનું લિસ્ટ ઘણું લાંબુ છે. જો બધુ લખવા બેસિસ તો
આર્ટીકલ એમાં જ પૂરો થઈ જશે. જાણ સારું વિકિપીડિયાની લિન્ક નીચે આપી દઇશ.
ડ્રેગન બોલ ઝીનું મુખ્ય પાત્ર સન ગોકુ સન વુકોંગનો અંશ છે
એવું માનવમાં આવે છે. બ્લેક મિથ વુકોંગની વાર્તાનો ભૂતકાળ જર્ની ટુ ધ વેસ્ટમાંથી
જાણી શકાય છે. અહી જર્ની ટુ ધ વેસ્ટથી પ્રભાવિતનો અર્થ એ નથી કે ગેમની પટકથા તે
નોવેલને અનુસરે છે. ગેમમાં અલગ વાત થઈ છે પરંતુ જે પાત્રો અને ઘટનાઓ ઘટે છે, તેનો
પૂર્વ આધાર જર્ની ટુ ધ વેસ્ટમાં સમજાવ્યો છે.
વાર્તા: સન વુકોંગ, મુખ્ય પાત્ર, એક ખડકમાંથી જન્મેલો વાનર છે જે વાંદરાઓનો રાજા બને છે. ગેમ સન વુકોંગની સફરને
અનુસરે છે, મંકી કિંગ, એક સુપ્રસિદ્ધ
પાત્ર જે તેની અદ્ભુત શક્તિ, ચપળતા અને વિવિધ
સ્વરૂપોમાં પરિવર્તન કરવાની ક્ષમતા માટે જાણીતું છે. વાર્તા શક્તિશાળી દુશ્મનો
સામે લડવા અને તેના પોતાના મૂળ અને ભાગ્યના રહસ્યોને ઉજાગર કરવાની વુકોંગની શોધની
આસપાસ કેન્દ્રિત છે. સન વુકોંગ (મંકી કિંગ) તે અવકાશી
દેવો, રાક્ષસો અને પૌરાણિક જીવો સામે લડે છે જ્યારે તેના પોતાના
મૂળ અને ભાગ્ય વિશેના રહસ્યો ખોલે છે. કથા દેવતાઓના નિયંત્રણમાંથી મુક્તિ મેળવવાની
તેની શોધ, શક્તિશાળી દુશ્મનો સામેના તેના સંઘર્ષ અને સાચા જ્ઞાન
પ્રાપ્ત કરવા તરફની તેની સફરને પ્રકાશિત કરે છે.
આ ગેમની કથા સમજવામાં જટિલ છે, તેમ છતાં, ગેમમાં મહાકાવ્ય
લડાઇઓ અને સમૃદ્ધપણે વિગતવાર વિશ્વ દર્શાવે છે. આ ગેમ સન વુકોંગની મુસાફરી અને
વિવિધ પૌરાણિક પાત્રો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વુકોંગની ઉત્પત્તિ, અવકાશી દેવો સામેની
તેની લડાઈ, તેની કેદ અને સ્વતંત્રતા માટેની તેની અંતિમ શોધને આવરી લે
છે. આ ગેમ જર્નીથી લઈને પશ્ચિમ સુધીના તત્વોને અનન્ય અર્થઘટન સાથે જોડે છે, ગેમ આગળ જતાં નવા પાત્રો અને પડકારોનો પરિચય કરાવે
છે. સન વુકોંગ દેવતાઓના નિયંત્રણને દૂર કરવા અને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો
પ્રયત્ન કરે છે. ગેમનું દરેક પ્રકરણ વુકોંગના સંઘર્ષ અને ઉત્ક્રાંતિ વિશે વધુ
જણાવે છે.
ગેમના વિઝ્યુયલ્સ: ગેમના ગ્રાફિક્સ અતિશય વાસ્તવિક લાગે છે.
૧૫૦ જીબીની આ ગેમ સાત પ્રકરણમાં વિભાજિત છે. ગેમ ચીની
પૌરાણિક કથાઓથી પ્રેરિત સમૃદ્ધપણે વિગતવાર વિશ્વમાં સુયોજિત છે, જેમાં રસદાર લેન્ડસ્કેપ્સ, પ્રાચીન મંદિરો અને
વિવિધ પૌરાણિક જીવો છે. ગેમ પ્લેયર્સ વિશાળ બોસ અને
દુશ્મનોના ટોળા સામે પડકારજનક લડાઇની અપેક્ષા રાખી શકે છે, જેમાં વુકોંગની ક્ષમતાઓના કુશળ ઉપયોગની જરૂર છે.
બૌદ્ધ ધર્મ અને તાઓઇઝમ: વુકોંગનું
પાત્ર તાઓવાદ અને બૌદ્ધ ધર્મ બંનેના તત્વોને સમાવિષ્ટ કરે છે, જે તેની પૌરાણિક ઊંડાઈને પ્રકાશિત કરે છે. કથા ઓળખ અને વિમોચનની થીમ્સ શોધતી
હોય તેવું લાગે છે, કારણ કે વુકોંગ
પૌરાણિક જીવો અને દેવતાઓ સહિત વિવિધ પ્રચંડ પ્રતિસ્પર્ધીઓનો સામનો કરે છે. આ ગેમ વુકોંગના
જટિલ પાત્રને શોધે છે, જે તેના બળવાખોર
સ્વભાવ અને તેના પર મૂકવામાં આવેલી જવાબદારીઓનો સંઘર્ષ જણાવે છે.
ગેમના પાત્રો (દેવો, મુખ્ય પાત્ર અને રાક્ષસો) ભગવાનની શક્તિ અને તેમના ઉપકાર માટે
કેટલા જરૂરતમંદ છે. તે દેખાઈ આવે છે. ગેમની સ્ટોરી જાણતા
મને ખ્યાલ આવ્યો જેમ ભગવાન વિષ્ણુના અલગ-અલગ રૂપ છે, એવી જ
રીતે ભગવાન બુદ્ધના પણ ઘણા રૂપ છે. ભગવાન બુદ્ધના અલગ-અલગ રૂપ અને
તેમની પ્રચંડ શક્તિઓનું દ્રશ્ય નિરૂપણ બ્લેક મિથ વુકોંગમાં જોઈ શકાય છે. ગેમમાં
ભગવાન બુદ્ધના પુત્ર મયત્રેય પણ જોવા મળે છે. જેમાં સંસ્કૃત ભાષાનો અંશ લેવાયો છે.
તાઓવાદ સન વુકોંગના પાત્ર અને ગેમના પૌરાણિક સેટિંગ પરના
પ્રભાવ દ્વારા કથામાં વણાયેલો છે. સન વુકોંગ, મૂળ રૂપે એક
તાઓવાદી વ્યક્તિ છે. બ્લેક મિથ પરિવર્તન, અમરત્વ અને જ્ઞાનની શોધની થીમ્સને મૂર્ત બનાવે છે - તાઓવાદી ફિલસૂફીના મુખ્ય
પાસાઓ દર્શાવાયા છે. આ ગેમ અવકાશી દુત સાથેની તેમની ક્રિયાપ્રતિક્રિયાઓનું અન્વેષણ
કરે છે, જે પૃથ્વી અને દૈવી ક્ષેત્રો વચ્ચેના સંતુલનમાં તાઓવાદી
માન્યતાને પ્રતિબિંબિત કરે છે. વુકોંગની સફર, તેના બળવાખોર
સ્વભાવ અને સ્વતંત્રતાની શોધ સહિત, દુન્યવી અવરોધોને
પાર કરીને અને બ્રહ્માંડ સાથે સુમેળ પ્રાપ્ત કરવાના તાઓવાદી આદર્શોને પ્રતિબિંબિત
કરે છે.
All Controversies: બ્લેક મિથ વુકોંગ ઘણી અલગ-અલગ બાબતોના
કારણે વિવવાદનું કેન્દ્ર બન્યું છે. ૧) ૨૦૨૩માં બ્લેક મિથ વુકોંગના ડેવલપર્સ(ગેમ
સાઇન્સ) ચીની ભાષામાં એક આર્ટીકલ પ્રકાશિત કરે છે. ફ્રાંસના એક ફેમિનિસ્ટ તે
લેખનું ભાષાંતર કરે છે, “બ્લેક મિથ વુકોંગ સ્ત્રીઓ માટેની ગેમ નથી. તેમને કોઈ
સ્ત્રી ગેમર્સ આ ગેમ માટે નથી જોઈતા.” આ વાત ઇન્ટરનેટ પર ફરતા ઘણા લોકો ગેમના
વિરોધમાં ઉતર્યા. રેડિટ અને બ્લૉગ્સ ચેનલોમાં આ મુદ્દાને લઈને ચર્ચાઓ થવા લાગી.
ક્રોસ વેરિફાઇ કરતાં આવું કોઈ નિવેદન ગેમના ડેવલપર્સે આપ્યું હોય એવું જોવા નથી
મળ્યું. ૨) ચીનના નાગરિકો દ્વારા ચિંતા જાહેર કરવામાં આવી આ ગેમ દ્વારા તેમની
ધાર્મિક શ્રદ્ધા અને લોક વાયકાને નુકશાન પહોંચાડવામાં આવી શકે છે. ૩) ગેમ સાયન્સ
સ્ટુડિયોનો લોગો અભદ્ર છે. પ્રોડકશન કંપનીના લોગોના લીધે પણ ગેમનો વિરોધ કરવામાં
આવ્યો હતો. ૪) ગેમ ચાઇનીઝ છે તો તે બાબતને પશ્ચિમી લોકો કોવિડ-૧૯ સાથે જોડી અજીબ દાવાઓ
કરી રહ્યા હતા. આ બધા વિવાદ છેલ્લા એક વર્ષથી દુનિયામાં બધી બાજુથી થઈ રહ્યા હતા.
અંતે, જૂન ૨૦૨૪માં ગેમ સાયન્સે બધા વિવાદો પર ખુલાસો આપ્યો અને બધા જ દાવા
પાયાવિહોણા જણાવ્યા.
આ ગેમ ફક્ત નાના બાળકો માટે નથી. જો તમને ગેમ રમવામાં રસ ના
હોય તો બ્લેક મિથ વુકોંગના વોલ્કથૃ અને સ્ટોરી વિડીયો યુટ્યુબમાં જોઈ શકો છો. જોવા
જોઈએ. એ સમજવા માટે જેને પોતાના ધર્મ પ્રત્યે લગાવ હોય તેવા માણસો પોતાની કળાનો
ઉપયોગ કેવી રીતે કરે છે. આની પહેલા પણ નરુટો, કુંગ ફૂ
હસલ જેવા ટીવી શો/ફિલ્મોમાં ભગવાન બુદ્ધ અને સંસ્કૃતના વારસાનો ઉપયોગ થયેલો જોવા
મળે છે.
-કીર્તિદેવ
https://en.wikipedia.org/wiki/List_of_media_adaptations_of_Journey_to_the_West
Buddhist Palm 4
.jpg)










.jpg)



.jpg)




.jpg)

Comments
Post a Comment