Posts

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

Image
  મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY) સત્ય ઘટના પર આધારીત આ સિરીઝ ઘણી ડાર્ક છે. શૃંખલામાં ડાર્ક થીમ્સ અને તીવ્ર દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે. કથાની વિષયવસ્તુ પ્રેક્ષકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે અને સામગ્રીની પ્રકૃતિ માટે તેમને તૈયાર કરે છે. આ લેખ હ્રદય સાબૂત હોય તે લોકો વાંચશે એવો આગ્રહ રાખું છું.   કથાઃ ૧૯૮૯માં બે સગા ભાઈ તેમના માતા-પિતાનું ખૂન કરે છે. તે વિષયના આધાર પર શૃંખલાની કથા આગળ વધે છે. વાર્તા એરિક - લાયલ - હોસેના બચપણ-ભૂતકાળમાં ડૂબકી લગાવે છે અને તેમની હાલની પરિસ્થિતી જણાવે છે. મોટો દીકરો (લાયલ) જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેના પિતા (હોસે) તેની સાથે નાહવા જતાં. તેના શરીર-ગુપ્તાંગને અડતા. લાયલ જ્યારે નવ વર્ષનો થયો અને તેનો નાનો ભાઈ(એરિક) સાત વર્ષનો થયો , તેના પિતાએ એરિક સાથે પણ એવું કૃત્ય શરૂ કરી દીધું. તેમની માતાને ખ્યાલ હતો તેનો પતિ બાળકો સાથે સામાન્ય વર્તન નથી કરી રહ્યો પરંતુ તેણી દારૂ અને નશીલિ દવાથી પોતાનું મન મનાવી લે છે. ઘરમાં ઝઘડાઓ , બાળકો સાથે મારઝૂડ અને અભદ્ર ભાષાનો ઉપયોગ વર્ષોથી ચાલતો આવતો હતો. પણ શું આટલા કા...

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ

Image
બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ ગેમની શ્રેણી: Action - Adventure-Fantasy-RPG Controversy before release: ગેમ રીલીઝ થવાના એક વર્ષ પહેલા ૨૦૨૩માં જ્યારે ગેમનું ટ્રેલર રીલીઝ થયું. એવું તરત ગેમિંગ વર્લ્ડ અને ગેમ લવર્સમાં ટ્રેલર વાઇરલ થઈ ચર્ચાનું કેન્દ્ર બની ગયું. દરમિયાન પશ્ચિમી દેશો , WOKE લોકો તેમજ ચીનના નાગરિકો દ્વારા ગેમના ડેવલપર્સ , ચાઇનીઝ રાજનૈતિક દળ CPC અને બ્લેક મિથ વુકોંગનો વિરોધ થવા લાગ્યો. આ બધા વિવાદમાંથી બહાર આવી ઓગસ્ટ ૨૦૨૪માં ગેમ રીલીઝ થઈ બ્લેક મિથ વુકોંગ. આ ગેમના વિવાદ જાણતા પહેલા ગેમ વિષે જાણીએ. ઈંડિ - ચાઇનીઝ સ્ટુડિયો “ગેમ સાઇન્સે” આ ગેમ બનાવી છે. બ્લેક મિથ વુકોંગ ચાઇનીઝ માઇથોલોજી અને લોકવાયકાથી પ્રભાવિત છે. પશ્ચાદભૂમિ: ગેમની વાર્તા સમજવા માટે પાત્રો અને ઘટનાઓની પૂર્વભૂમિકા જાણવી જરૂરી છે. બ્લેક મિથ વુકોંગ પંદરમી સદીના ચીની લેખક વુ ચેંગનની નવલકથા જર્ની ટુ ધ વેસ્ટથી પ્રભાવિત છે. નવલકથા સાધુ ઝુઆનઝાંગની વાસ્તવિક જીવનની સફરમાંથી પ્રેરણા લે છે , જેણે ચીનથી ભારતનો પ્રવાસ કર્યો હતો. આ નવલકથા ચીનની ચાર મહાન નવલકથાઓમાંની એક છે. જર્ની ટુ ધ વેસ્ટ પરથી વિભિન્ન ...

માવજત-૨

Image
MOST CREATIVE MONOLOGUES OF ALL TIME!   ઝેવિયર્સમાં બેચલર્સ કરતો હતો ત્યારે કલફેસ્ટમાં મોનોલોગની સ્પર્ધા જોઈ હતી. દરેક પ્રતિસ્પર્ધીનો અભિનય દર્શકને જકડી રાખનાર હતો. ત્યારથી થતું હતું મારે પણ મોનોલોગ કરવો જોઈએ. બે વર્ષ બાદ જાવેદ અખ્તરની કવિતા “કૈસે બતાઉ મેં તુમ્હે” સાંભળી અને આખી રચના મોઢે કરી નાખી. લોકો સમક્ષ રજૂ કરી અને સારો પ્રતીભાવ મળ્યો. એના પછી રશ્મીરથીની કેટલીક પંક્તિઓ અને અન્ય કવિઓની રચનાના મોનોલોગ કરવાની બહુ જ મજા આવી. આ લેખ લખવાનું કારણ મારી મોનોલોગ પ્રત્યેની અમાપ અભિરુચિ છે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કહેવાતા બે ટીવી શોઝના બે મોનોલોગ વિષે વાત કરવી છે. આ મોનોલોગ વ્યક્તિની એ સંવેદનાઓને સ્પર્શે છે જે રોજબરોજના જીવનમાં કે સામાન્યત: નથી અનુભવાતી. આ એકાંકી સંવાદ દર્શકને નૈતિક દુવિધાના વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ સમજાવાનો પ્રયાશ કરે છે. દર્શકની ભાવના , તેના સંબંધોનું 360 ॰ મૂલ્યાંકન કરવા પ્રેરે છે. વાત ગહન છે , લેખ લાંબો છે. તમારી અનુકૂળતા અને માનસિક તૈયારી સાથે વાંચવો.   ફ્રી ચૂરોવ્ ( Bojack Horseman S5-E6 ) ભાવનાના સાગરમાં એક ઊંડી ડૂબકી “ મારી માતા મૃત્યુ પામી છે અને હ...