THE LIGHTHOUSE(2019) review & psychological analysis
THE
LIGHTHOUSE (૨૦૧૯)
Genre: સાયકોલોજીકલ/ઓફબીટ/થ્રીલર
ફિલ્મો જ્યારે
પ્રેક્ષક સાથે સુસંગત બેસે, પ્રેક્ષક પાત્રો અને ઘટનાઓ સાથે જોડાય ત્યારે ઘણાના જીવનમાં તેની છાપ
લાંબા સમય સુધી રહી જતી હોય છે. ગ્રીક ઇષ્ટદેવ(Proteus)નો રેફરન્સ
‘ધ લાઇટહાઉસ’ ફિલ્મમાં જોવા મળે છે.
અન્ય ઐતિહાશિક ગ્રીક પાત્રો ‘ઈકરુસ’ અને
‘Prometheus’ના જીવન આધારિત ઘટના ફિલ્મમાં દર્શાવામાં આવી
છે. ઉત્તર અમેરિકાના દેશોમાં આ ફિલ્મ ઘણી પ્રભાવશાળી સાબિત થઈ છે. કારણ ત્યાંના
લોકો ગ્રીક પ્રણાલીથી પરિચિત હતા. જેથી ક્લાસિક પ્રકારમાં આવતી આ ફિલ્મ ત્યાંના
લોકોને વધુ ગમી. આ વાત પહેલા લખવાનું કારણ એ જ કે જેમને કોમર્શિયલ ફિલ્મો ગમતી હોય
એમને આ ફિલ્મ ધીમી લાગી શકે છે.
ઇંગ્લેન્ડના
દરિયાકિનારેથી દૂર એક ટાપુ પર ઇફરમ વિન્સલો(રોબર્ટ પેટીન્સન) લાઈટહાઉસના રખેવાળ(wickie) તરીકે ચાર અઠવાડીયા માટે કોન્ટ્રાક્ટ
જોબ પર લાગે છે. ટાપુ પર થોમસ વેક(વિલિયમ ડફો) તેનો સુપરવાઈઝર હોય છે. જે ચુસ્ત અને ચિડિયો હોય છે. પહેલા દિવસથી જ થોમસ ઇફરમને કામ માટે ઘણું
સુનાવી દે છે. તે બંને એક જ કોટડીમાં સાથે રહેતા. ઇફરમને તેની પથારી પર મત્સ્યકન્યા(Mermaid)ની ઢીંગલી મળી આવે છે.
જે-તે પોતાની પાસે રાખી લે છે. ઇફરમ એક બાબત નોંધ કરે છે થોમસ તેને છત પરની ઓરડી
પર આવવા નથી દેતો. થોમસ ઉપર તાળું મારીને ચાવી પોતાની પાસે રાખતો. ઇફરમને સવાલ થાય
છે ત્યાં ઉપર શું હશે?
થોમસ ઇફરમ
પાસે બિનજરૂરી મજૂરી કરાવે છે. ટાપુના એક છેડાથી લાઈટહાઉસ સુધી લાકડા અને બળતણ
લાવવાનું કાર્ય ઇફરમનું હોય છે. થોડા દિવસો બાદ ઇફરમને અજુગતી ભ્રાંતિ થાય છે.
ટાપુના મેદાનમાં અને દરિયા કિનારે તેને જલપરીનો ભાસ થાય છે. જલપરી શબ્દ સાંભળતા
પહેલો ખ્યાલ ડિઝની કાર્ટૂનની ક્યૂટ મત્સ્યકન્યાનો આવે પણ આ ફિલ્મ ઘણી જુદી છે.
અહીં જે જલપરી દેખાડવામાં આવે છે, તે પાત્રની ઊંઘ હરામ કરી દે છે. ટાપુ પર સિગલ(એક જાતનું દરિયાઈ પંખી)
રહેણાક હોય છે. ઘણી માત્રામાં લાઇટહાઉસ આસપાસ અને દરિયા કિનારા પાસે સિગલ્સ ઉડતા
હોય છે. તેમાંનું એક આંખ વગરનું સિગલ ઇફરમને સતાવતું હોય છે. તે સૂતો હોય તો
બારીના કાચ પર ચાંચ માર્યા કરે, બળતણ લઈ આવતો હોય તો તેના
માર્ગ વચ્ચે બેસી જવું વગેરે. ઇફરમ થોમસને તે પંખી વિષે જણાવે છે. થોમસ શાપ અને
બેડ લક જેવી બાબતોમાં વિશ્વાસ ધરાવતો હોય છે. તે ઇફરમને ચેતવે છે, સિગલ સાથે ખરાબ વર્તન ન કરવું. તેમ કરવાથી શાપ લાગી જશે.
દિવસો જતાં
ઇફરમ અને થોમસ વચ્ચે બોલાચાલી વધવા લાગે છે પણ રાત્રે દારૂ પીધા પછી બંને પાક્કા
ભાઈબંધ હોય એમ વર્તતા અને નાચતા હોય છે. દારૂના નશામાં બંને પોતાની ઘણી વ્યક્તિગત
ગુપ્ત બાબતો જણાવી દે છે. એક રાત ધોધમાર વરસાદ પડે છે અને પૂર આવે છે. ઇફરમને
દેખાતી ભ્રાંતિઓ (hallucinations) વધવા લાગે છે. છત પરની ઓરડી તપાસવાની તેની ઈચ્છા પ્રબળ થવા લાગે છે. જેના કારણે બંને આક્રમક બની જાય છે. લાઇટહાઉસની ઉપરની ઓરડીમાં શું હોય છે? એ જાણવા તમારે ફિલ્મ જોવી જ રહી.
ફિલ્મમાં આગળ
ઘણું થાય છે. આખી મૂવીમાં ફક્ત બે માનવીઓ જ હોય છે, ગણીને ચાર પાત્રો આવે છે. તેના કારણે ફિલ્મની થીમ રોચક અને
ડરાવની લાગવા લાગે છે. વિલિયમ ડફો અને રોબર્ટ પેટીન્સનની દમદાર એક્ટિંગ સ્ક્રીન પર
દર્શકોને જકડી રાખે તેવી છે. ખાસ તો રોબર્ટ પેટીન્સને તેના અભિનયથી મને વિસ્મય
પમાડયો છે. ટ્વાઈલાઇટ અને રિમેમ્બર મી જેવી ફિલ્મમાં તેનો અભિનય જોયા બાદ આવા
પાત્રનો રોલ તે કરી શકે તેવું માનવામાં આવે એમ ન હતું પણ તેણે ફિલ્મનુ પાત્ર ખૂબીથી
નિભાવ્યું છે, બંને પાત્રોનો અભિનય અજોડ અને તારીફને કાબિલ
છે.
૧૯મી સદીના ક્લાસિક
ઢાંચામાં પ્રસ્તુત કરવા ફિલ્મ જૂના ૧:૧ની ચોરસ ટીવી સ્ક્રીન પ્રમાણે બ્લેક&વ્હાઇટ દર્શાવવામાં આવી છે.
આ કારણથી રોમાંચકતા ઓછી થઈ જાય છે. હાલની સિનેમેટોગ્રાફી પ્રમાણે પેનોરામિક
સીન શુટ કરવામાં આવ્યા હોત તો વધુ અસરદાર પ્રોજેક્સન કરી શકાયું હોત. ઇફરમને
જ્યારે વિઝન દેખાવા લાગે ત્યારે એક ક્ષણ માટે વાઈકિંગ્સ સીરિઝ યાદ આવી જાય. તે
સિરીઝમાં અદ્ભુત રીતે વિઝન દેખાડવામાં આવ્યું છે અને સીનનું બેકગ્રાઉંડ મ્યુઝિક પણ
સારું હોય છે. ફિલ્મમાં આ બંને બાબતનો અભાવ જોવા મળે છે. બંને પાત્રોનો સાર્થક
અભિનય જ ફિલ્મને છટાદાર બનાવે છે. જેને
ક્લાસિક-આર્ટ ફિલ્મો પસંદ હોય તેમને આ મુવી વધારે ગમશે. માણસના વર્તન અને વૃત્તિના પાસાઓ જાણવામાં અને વાંચવામાં રસ હોય તેમના માટે આ
ફિલ્મ એક કેસ સ્ટડી જેવી છે. પાત્રોની ભાષા થોડી કઠિન છે. એલિઝાબીથન અંગ્રેજીમાં પાત્રોના
મોટાભાગના સંવાદ છે. છતાં, સબટાઈટલ હોવાથી વાંધો નહીં આવે.
Psychological analysis: સ્પોઈલર એલર્ટ જો આપે આ મૂવી નથી જોયું
અને જોવાની ઈચ્છા ધરાવતા હોવ તો આગળ વાંચવું ટાળજો. બાકી તમારી મરજી.
થોમસના ચિડિયા
સ્વભાવ પાછળના કારણો: થોમસ વેક એક ઉંમરલાયક ડોસો છે. એકલા રહેવાના કારણે તેનો
સ્વભાવ ચિડિયો અને તામસી થઈ ગયો હોય છે. જ્યારે તેની જાણમાં આવે છે જુવાન ઇફરમ
પૈસાની જરૂર હોવાના લીધે અહીં થોડો સમય નોકરી કરવા આવ્યો છે ત્યારે તે એના વિષે
ખરાબ રિવ્યુ તેની લૉગબુકમાં ટાંકે છે. જેથી ઇફરમ તેની સાથે રહે અને પોતે એકલવાયું
ન અનુભવે. ફિલ્મમાં બનતી ઘટનાઓ અંધશ્રદ્ધાને ટેકો આપે છે. જેમ કે સિગલને મારવાથી
પૂર આવવું. જલપરીને પ્રેમ કરવાથી અપશકુન થવું(આવી ગ્રીક લોકવાયા છે) વગેરે જેવી
ઘટનાઓ થોમસ ચેતવે છે અને આગળ એવું જ બને છે. વર્ષોથી લાઇટહાઉસમાં એકલા રહેવાના
કારણે તેનો સ્વભાવ કઠોર અને અમાનવીય થઈ ગયો હોય છે. આ જ બાબતના કારણે તેની
મનોસ્થિતિ કથળી ગઈ હોય એવું મને લાગે છે.
ઇફરમનું
માનસિક સંતુલન: શરૂઆતમાં શાંત અને સાધારણ લાગતો ઇફરમ આગળ જતાં આક્રમક અને કામુક
બની જાય છે. તેની પાછળ કારણ રહ્યા છે. ઇફરમનું ખરું નામ થોમસ હાવર્ડ હોય છે. જે એક
મિલમાં કામ કરતો હતો. એક અકસ્માતમાં તેના મિત્રનું મૃત્યુ થાય છે. ઇફરમ તેને બચાવી
શકે એમ હતો. છતાં, બચાવતો નથી. આ બાબતનો અપરાધભાવ તેને પજવ્યા કરે છે. તેના મિત્રનું નામ
ઇફરમ વિનસ્લો હોય છે. થોમસ હાવર્ડ ઇફરમના નામે લાઇટહાઉસની નોકરી પર લાગે છે. ટાપુ
પર નગણ્ય બાબતના કારણે થોમસ સિગલને દીવાલે પટ્કી પટ્કીને ક્રૂરતાથી મારી નાખે છે. થોમસ
વેક મુજબ દરિયામાં મૃત પામેલા માણસોની આત્મા ટાપુ પર ઉડતા સિગલ પક્ષીઓમાં વસી જાય
છે. તેમને ચોટ પહોંચાડતા સિગલ્સ બદલો લેવા પાછા આવે છે. સિગલનો શાપ ઇફરમને લાગે
છે. અંતમાં ઇફરમની વલે સિગલ જેવી જ થાય છે.
ઇફરમે પાસે
રાખેલી જલપરી ઢીંગલી તેને વશમાં કરી રહી હોય એવું ક્યાંક ક્યાંક લાગવા લાગે છે.
તેને જલપરીની ભ્રાંતિ દેખાવા લાગે છે. જલપરીના અતિશય વળગણના કારણે તેની કામુકતા
તીવ્ર થવા લાગે છે, તે જલપરી સાથે સમાગમ સાધવાની કલ્પના કરવા લાગે છે. થોમસ વેક મુજબ આ તેનું
બીજું પાપ હોય છે. જલપરી વિષે એવો વિચાર કરનારને કરૂણ મોત મળે છે. જે અંતમાં સાચું
પડે છે.
અંતમાં હાવર્ડ(ઇફરમ)
ટાપુના મોટા પત્થર પર નગ્ન અવસ્થામાં પડ્યો હોય છે. સિગલ્સ તેના પેટમાંથી માંસ
ખાતા હોય છે અને એ જ એક આંખવાળું સિગલ તેની આંખ પર બચકું ભરે છે. આવી સજા ગ્રીક
પૌરાણિક કથામાં દર્શાવામાં આવી છે. મને એવું લાગે છે ફિલ્મનુ તે દ્રશ્ય પણ ઇફરમનો
ચિત્તભ્રમ હશે. કારણ અગાઉ પણ તેને જલપરી અને તેનો મૃત મિત્ર દેખાય છે. તે તેના
સુપરવાઇઝર થોમસ વેકને કુહાડીથી મારી નાંખે છે. કોઈને માર્યા બાદ માનવીની મનોસ્થિતિ
તે ઘટનાની ઓળઘોળ ઘૂમયા કરે છે. હાવર્ડ પહેલાંથી જ તેના મિત્રનો જાન નહીં બચી
શકવાનો અપરાધભાવ અનુભવતો હતો અને એણે બાદમાં થોમસ વેકનું ખૂન કર્યું. આ ઘટનાઓ તેના
મગજ પર ઘેરી અસર કરી ગઈ. તેથી સિગલ બદલો લેવા તેને મારી નાખે છે. એવું વિઝન
દેખાયું. બાકી પોશાક વિના કેવી રીતે તે ટાપુના પત્થર પર પહોંચી ગયો હોય?
બીજી એક બાબત
મેં આ ફિલ્મમાં એ નોંધી કે હિપ્નોસિસનો સારો એવો ઉપયોગ ક્લાઇમેક્સમાં કરવામાં
આવ્યો છે. મનોવિજ્ઞાનમાં હિપ્નોસિસ કેવી રીતે કામ કરે છે, તે જણાવામાં આવ્યું છે. ચોક્કસ
સંગીતની ધૂન, તેની બિટ્સ અને કલ્પના કરવા કહેવામાં આવતી
સૂચનાઓ માણસને ટ્રાન્સમાં લઈ જાય છે. આંખો સામે કોઈ દ્રશ્ય દેખાડી અથવા લાઇટનો
પ્રકાશ ચોક્કસ પધ્ધતિથી રજૂ કરવામાં આવે તો માણસને હિપ્નોટાઈઝ કરી શકાય છે.
લાઇટહાઉસની ગોળ ગોળ ફરતી લાઇટ વિરાન ટાપુ પર બંને પાત્રને હિપ્નોટાઈઝ કરવાનું કામ
કરે છે. જ્યારે ઇફરમ છત પરની ઓરડી પર જાય છે, ત્યારે
લાઇટહાઉસની મોટી લાઇટ નજીકથી ભાળે છે. તેના ટ્રાન્સમાં આવી જાતીય ચરમસીમાનો અનુભવ
કરે છે. થોમસ પણ તે તેજ પ્રકાશથી આ સુખ મેળવતો હતો. માટે તે ઇફરમને ઉપર જતાં રોકતો
હશે.
પાત્રોના
વર્તન પરથી કહી શકાય બંને પાત્રોની માનસિક સ્થિતિ નબળી હતી. ટાપુ અને લાઇટહાઉસ
અંગેના આપણાં કુદરતી દ્રશ્ય જેવા સુંદર પૂર્વગ્રહ આ ફિલ્મ જોયા પછી થોડા બદલાય શકે
છે. આ ફિલ્મનો રિવ્યુ લખવા પાછળ કારણ એ જ છે કે નિર્દેશકે આમાં કોઈને હીરો દર્શાવા
કે ટાંકવાનો જરાય પ્રયત્ન નથી કર્યો. જે જેવા છે એવા જ દર્શાવામાં આવ્યા છે.
દુનિયામાં કશું બ્લેક અને વ્હાઇટ નથી હોતું, ઘણું ગ્રે હોય છે. તેમ છતાં, મોટા ભાગની
ફિલ્મો કોઈ એક પાત્રની નકારત્મકતાને પણ હીરો જેમ દર્શાવતી હોય છે. મુખ્ય પાત્રના
દરેક વર્તનને સારું દર્શાવવા પ્રયત્ન કરતાં હોય છે. આ ફિલ્મ એમાંની નથી. નિર્દેશકે
તટસ્થ રીતે ઇફરમ અને થોમસની ડાર્ક સાઈડ બતાવી છે. ફિલ્મમાં કોઈનો પક્ષ લેવામાં
આવ્યો નથી. માટે આ ફિલ્મ અન્ય કરતાં વિશિષ્ટ તરી આવે છે.
આવી ફિલ્મો ભારતમાં
બનવી જોઈએ. આપણી પાસે સંસ્કૃત અને મહાકાવ્યોનો કેટલો મોટો ઇતિહાસ છે. ટ્રેજેડીના
કેટલા બધા ઉદાહરણો છે. શું કર્ણના જીવન ચરિત્યનો રેફરન્સ ઉપાડી કઈક ના બનાવી શકાય? બ્હારના લોકો આપણાં ત્યાં આવી આપણી
સંસ્કૃતિ લઈ જઈ કળામાં વાપરે છે. Ubisoft નામની ગેમિંગ
કંપનીએ Far cry4 નામની ગેમ હિમાલય અને ભારતીય સંસ્કૃતિ પર
બનાવી. ગેમની વાર્તા ફિલ્મની પટકથાને ટક્કર મારે એવી છે. ગેમ રમો તો લાગે કે
હિમાચલ પ્રદેશના કોઈ ગામમાં આવી ગયા હોઈએ. એવું વાસ્તવિક નિરૂપણ કર્યું છે. ગેમની
અંદર આદિવાસીઓનું કલ્ચર બતાવામાં આવ્યું છે. એટલું ગજબ તે ગેમમાં લાગે છે કે મને
શબ્દો નથી ઝડતા કેવી રીતે તે અનુભવ તમારી સાથે શેર કરું પણ તે ગેમ ઘણી અદ્ભુત છે. આ
વિડીયો ગેમમાં એટલું ડિટેલિંગ છે કે પાત્રોના નામ પણ ભારતીય જોવા મળે છે. લોડીંગ
સ્ક્રીન પર LOADINGની જગ્યાએ ‘એક મિનટ’ એવું હિન્દીમાં લખેલું આવે. આબેહૂબ હિમાલયના પ્રદેશ ગેમમાં દેખાડવા માટે Ubisoft કંપનીના કર્મચારીઓ બે મહિના ભારત રહેવા આવ્યા હતા. ૨ માસ હિમાચલ પ્રદેશ
અને નેપાળ રહી સંસ્કૃતિ જાણી અને દરેક બાબતોને ગેમમાં ઉતારી. જો ફક્ત ઇમારતો અને
પ્રદેશ દર્શાવા માટે ગેમિંગ કંપની આવો પ્રયત્ન કરતી હોય તો ગેમમાં કઈક ખાસ તો હશે
ને? ધ આશ્રમ નામની હોલીવુડની એક ફિલ્મ છે, જે ભારતીય સંસ્કૃતિ પર બની છે. તેમાં દર્શાવેલું ભારત અને હિન્દી
ફિલ્મોમાં દર્શાવેલું ભારત અલગ છે.
ભારતીય પ્રેક્ષકો
નવા પ્રકાર અને પ્રદેશનું મનોરંજન જોતાં થયા છે. તો સાઇકોલોજિકલ થ્રીલર પર કેમ
ફિલ્મો ન બનવી જોઈએ? આ એક શ્રેણી જ લગભગ કોરી છે. બહુ ઓછી હિન્દી ફિલ્મો મનોવિજ્ઞાન સંબંધિત
બની છે. કેટલાક વિવેચકોનું માનવું એવું છે હજુ ભારતીય ઓડિયન્સ એવી મગજ કસનાર
ફિલ્મો માટે તૈયાર નથી. તો પછી સ્ક્વિડ ગેમ્સ કેમ ગમી? અતરંગી
રે, અપરિચિત જેવી ફિલ્મો કેમ આવકારી? આપણી
ઓડિયન્સ ઓરીજનલ પ્લેટફોર્મ પર જોવાને બદલે પાઇરસી કરી શકે છે. જો એટલું દિમાગ
વાપરી શકતા હોય તો મને નથી લાગતું કોઈ ફિલ્મને સમજવાની બુદ્ધિક્ષમતા તેમનામાં ન
હોય. ભારતીય સિનેમા ઘણું બેટર ડિઝર્વ કરે છે. આપણે શ્રોતાઓ પણ. ક્યાં સુધી શાહરુખ, સલમાન અને અક્ષય કુમારને રોમાન્સ કરતાં ભાળીશું?
ઉંમર થઈ ગઈ એમની પણ. We deserve better standard in films. કોમર્શિયલ ફિલ્મોથી સબટ્લ આર્ટ ફિલ્મો પર આવવાની જરૂર છે.
હું ધ
લાઇટહાઉસ ફિલ્મને ૭.૫ સ્ટાર આપું છું.
-કીર્તિદેવ
Comments
Post a Comment