Movies watched in Feb-2022 (quick reviews)

 આ સર્વ ફિલ્મો ફેબ્રુઆરી-૨૦૨૨માં જોઈ હતી. જે ફિલ્મો સારી લાગી તેને નીચે ઉતરતા ક્રમમાં મૂકી છે.

Ready player one

The intern

The judge

Don't look up

Neighbors

Tinder swindler

Central intelligence

Game night

Bad teacher

The founder

Loot case

Minnal murali

Minaxi Sundareshwar

Zodiac

36 farmhouse

The royal treatment

Savages

Pagleit

Mard ko Dard nahi hota

Loop lapeita

Through my window

The girl next door

Crazy rich Asians

Texas chainsaw massacre


*



Ready player one (૨૦૧૮): વિશ્વના શ્રેષ્ઠ નિર્દેશકે વિડીયોગેમ વિષે ફિલ્મ બનાવી. દુનિયાનું ભવિષ્ય મેટાવર્સ છે. એ બાબત લગભગ સાચી પડવા જઈ રહી છે. તેની વાસ્તવિકતા કેટલી ગંભીર છે, તેના વિષે એક રમત મૂકવામાં આવે છે. જે જીતે તેના હાથમાં મેટાવર્સનું સંપૂર્ણ સંતુલન આવી જાય અર્થાત સમગ્ર દુનિયા તેના કાબુમાં! આ રમત જીતવા નાસા જેવી સંસ્થા પાછળ પડી જાય છે પણ સફળતા એમ હાથ નથી આવતી. બોનસ: ફિલ્મમાં જૂની ઘણી ફિલ્મોનો સંદર્ભ મૂકવામાં આવ્યો છે, કિંગકોંગ, લોર્ડ ઓફ ધી રિંગ્સ ટુ ટાવર, ધ સાઇનિંગ અને સુપરમેન. એમાં પણ સાઇનિંગ મૂવીનું જે આબેહૂબ દ્રશ્ય મૂક્યું છે, તે વિસ્મયકારક છે. ખાસ તો લીફ્ટમાંથી નીકળતો લહુપ્રલયવાળો સીન. ક્યાં બાત હે! નિપુણ નિર્દેશનનું ઉત્તમ ઉદાહરણ. સ્ટીવન સ્પીલબર્ગે આ ફિલ્મ નિર્મિત કરી છે, તેમણે આ ફિલ્મમાં બ્રિટિશ નિર્દેશક ક્રિસ્ટોફર નોલન અને ડી.સી. કોમિક્સની ખરી મશ્કરી કરી છે. ડી.સી. કોમિક્સના પ્રખ્યાત પાત્ર સુપરમેનને આ ફિલ્મમાં મેદસ્વી અને ખલનાયકના સ્વરૂપે દર્શાવ્યો છે. બીજું, વિલનનું નામ પણ નોલન રાખ્યું છે. ક્રિસ્ટોફર નોલન ટોપના ડિરેક્ટર છે. તેમની ઠેકડી ઉડાડવા કર્યું હોય એવું લાગે છે.

જો તમારી પાસે વિશાળ ટીવી સ્ક્રીન હોય અથવા ૩D સ્ક્રીન હોય તો આ ફિલ્મ જોવાની વધુ મજા આવશે.

હું આ ફિલ્મને ૮ સ્ટાર આપું છું.




The intern (૨૦૧૫): રોબર્ટ દેનીરો અને એન હાથવે ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે. જુલ્સ(એન હાથવે) ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટપની ફાઉન્ડર-CEO છે. તેની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ અવનવું કઈક પ્રયોગ કરતાં રહેતા હોય છે. તેવો જ એક પ્રયોગ નિવૃત્ત થયેલા લોકોને ઈંટર્ન તરીકે કામે રાખવાનો કરવામાં આવે છે. બેન વ્હીટેકર(રોબર્ટ દે નીરો)ની નિમણૂક આ હોદ્દા માટે પસંદ કરવામાં આવે છે. શરૂઆતમાં જુલ્સ બેનની મદદ ટાળતી રહે છે. આગળ જતાં પરિસ્થિતી બદલાય છે. તેમના કાર્યક્ષેત્રમાં કેવા રસપ્રદ બનાવ બને છે. તેના પર આ ફિલ્મ બની છે. રોબર્ટ દેનીરોનું પાત્ર અને અભિનય પરિપક્વ અને હોંશિયાર દર્શાવ્યું છે. તેના ચહેરા એક માસુમિયત જોવા મળે છે. જે તેની ગેંગસ્ટર મુવીમાં હોતી નથી. આ બાબત ખરેખર ટેલેન્ટ છે. શીખવાની રીતે જોશો તો આ ફિલ્મમાંથી ઘણું મેળવી શકાય એમ છે. બાકી, મનોરંજન તો સારું એવું છે જ ફિલ્મમાં.

હું આ ફિલ્મને ૮ સ્ટાર આપું છું.




The judge (૨૦૨૧): રોબર્ટ ડાઉની જુનિયરને મેં આવા ગુસ્સાવાળા પાત્રમાં પહેલીવાર જોયો છે. એક જજ પર ખૂનનો આરોપ લાગે છે, તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. જજનો કેસ રોબર્ટ લડે છે. કારણ આરોપી તેનો પિતા હોય છે. ફેમિલી-કોર્ટ ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ જોરદાર છે. ફિલ્મનો અંત કરૂણ છે. સારા મૂલ્યો અને ગુસ્સાનું ભેગું સમન્વય એટલે ધ જજ.

હું આ ફિલ્મને ૭.૫ સ્ટાર આપું છું.




Don't look up (૨૦૨૨): જો શનિ-રવિની રજાઓમાં મિત્રો-પરિવાર સાથે કઈ સારું મનોરંજક જોવા માંગતા હોવ તો આ ફિલ્મ શ્રેષ્ઠ રહેશે. ખાસ તો અરિયાના ગ્રાન્દેના કારણે જ મેં આ ફિલ્મ જોવાનું પસંદ કર્યું હતું પણ જેનિફર લોરેન્સ ખૂબ જ સરસ લાગે છે ફિલ્મમાં અને તેનું પાત્ર પણ સારું છે. ફિલ્મમાં તે એકદમ સાદી દેખાઈ છે. કોઈ ઝાઝો મેકઅપ કે એવા ભભકાદાર કપડાં નથી પહેરાયા છતાં, તે આકર્ષક દેખાઈ આવે છે. એકથી એક ચઢિયાતાં અને રમૂજી પાત્ર છે આ ફિલ્મમાં. ફિલ્મનો નાયક લીઓનારડો ડી કાપરિયો છે. દર વખતે લીયોને ફિલ્મમાં બરાડા પડાવાનું બંધ કરો. હવે ઇરિટેટ થાય છે, બિનજરૂરી લાગે છે. ખાલી બૂમો પાડવી અભિનય નથી. લિયોનારડો ડી કાપરિયોમાં એનાથી પણ વધારે કરવાની ક્ષમતા છે. જો આ ફિલ્મમાં તે ખલનાયકની ભૂમિકામાં હોત તો ફિલ્મ કઈક અલગ લેવલ પર પહોંચી ગઈ હોત (કદાચ ઓસ્કાર સુધી) અને વધુ રસપ્રદ લાગી શકી હોત.

હું આ ફિલ્મને ૭ સ્ટાર આપું છું.




Neighbors (૨૦૧૮): અમેરિકન કોમેડી અડલ્ટ ફિલ્મ છે. કોલેજના જુવાનિયાઓ અને પરણિત કપલ એકબીજાના પાડોશી બને છે અને એકમેકની જીવનશૈલી સાથે એકજસ્ટ થવામાં મુશ્કેલી અનુભવે છે. જેના કારણે તેમનું મૈત્રીવર્તન બદલાય છે. તેઓ એકમેકનું જીવન તકલીફોથી ભરી નાખે છે. આ ફિલ્મ જોયા બાદ ‘અમેરિકન પાઇ બીટા હાઉસ’ ફિલ્મ યાદ આવી જશે.

હું આ ફિલ્મને ૬.૫ સ્ટાર આપું છું.




Tinder swindler

લેડીઝ vs રિકી બહેલનું અંગ્રેજી વર્ઝન એટલે ટીન્ડર સ્વિન્ડલર.

ટીન્ડર એક ડેટિંગ એપ છે. જો તમે રૂપાળા લાગતા હોવ અથવા તમારા ફોટા સારાં આવતા હોય તો આ એપમાં તમને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ મળવાની શક્યતા વધી જાય છે. જેમ ફરજિયાત નિશાળમાં 'તારે ઝમીન પર' દેખાડતા હતા એમ આ ફિલ્મ આજના યુવાઓએ ફરજિયાત જોવી જોઈએ. ફિલ્મમાં જે પાત્રની વાત કરી છે તે વાસ્તવમાં છે અને તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પણ એ જ છે. હૃદય થડકાવનારી બીજી બાબત એ છે કે ફિલ્મમાં નાયકનું નામ શેરોન(Sharon) હોય છે. ફ્રેન્ડ રિકવેસ્ટ ૨.૦ નામની ડાર્ક વેબ પરની ફિલ્મમાં પણ ટીન્ડર સ્વિન્ડલર જેમ વાસ્તવિક લોકોની ડિજિટલ પ્રોફાઇલ હતી, તેમાં પણ ખલનાયકનું નામ શેરોન હોય છે. વિદેશીઓનું શેરોન નામ સાથેનું વળગણ શું છે તે નથી સમજાતું.

હું આ ફિલ્મને ૬.૫ સ્ટાર આપું છું.




Central intelligence

ડ્વેયન જોહન્સન અને કેવિન હાર્ટ અભિનીત આ ફિલ્મ કોમેડી નોસ્ટાલ્જિયા છે. પોતાના સપનાઓ પૂરા કરવા હંમેશા મંડ્યા રહેવું જોઈએ. તેવો બોધ આ ફિલ્મમાંથી મને જાણવા મળ્યો.

હું આ ફિલ્મને ૬.૫ સ્ટાર આપું છું.



Game night

વિદેશમાં કપલ્સ શનિ-રવિવારની રાતે ડંબ શેલ એક્ટ, વર્ડ પિક્ચર વગેરે જેવી રમતો રમવા ભેગા થતા. આવા જ ૩ કપલ નિયમિત એકબીજાના ઘરે ગેમ રમવા ભેગા થતા. એક રાત નિયમિત ગેમના નિયમો બદલી ગેમ નું લેવલ વધારવામાં આવે છે. તેના પરિણામો અપહરણ, તસ્કરી, ફાઇટ ક્લબ અને ખૂનામરકી સુધી લઈ જાય છે. આ ફિલ્મમાં રોચક અને રમુજી દ્રશ્યોનો સારો સમન્વય છે.


હું આ ફિલ્મને ૬.૫ સ્ટાર આપું છું.




The founder

મેકડોનાલ્ડની શરૂઆત બે ભાઈઓએ એક નાની દુકાનથી કરી હતી. કેવી રીતે મેકડોનાલ્ડ દુનિયાની ખ્યાતનામ ફૂડ બ્રાન્ડ બની અને કેવી રીતે બંને ભાઈઓ એક વચેટિયાના કારણે છેતરાયા તેનું વાસ્તવિક નાટકીય રૂપાંતરણ આ ફિલ્મમાં જોઈ શકાય છે. આ ફિલ્મથી શીખવા મળ્યું ફક્ત ટેલેન્ટ હોવો જ પૂરતું નથી જીવનમાં, તમારા ટેલેન્ટને કેવી રીતે વેચવો, લોકો સમક્ષ રજૂ કરવો તેની આવડત પણ અત્યંત જરૂરી છે. નહીંતર કો’ક છેતરીને તમારી પ્રતિભા પરથી પૈસા કમાઈ શકે છે અને તમે દરિદ્રના દરિદ્ર રહી જશો. ભોળા માણસોએ હંમેશા સૌથી ચેતીને જીવવું જોઈએ. આ ફિલ્મ વધારે રેંકિંગ ડિઝર્વ કરી શકી હોત પણ નિર્દેશકની એક ભૂલના કારણે ફિલ્મનું સંપૂર્ણ ક્રેડિટ ઓછી થઈ જાય છે. નકારાત્મક પાત્રને જરાક હીરો જેમ દર્શાવાનો પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે માટે...

હું આ ફિલ્મને ૬.૫ સ્ટાર આપું છું.




Loot case

કુણાલ ખેમુ અને રસિકા દુગ્ગલ અભિનીત લૂટકેસ ફેમિલી કોમેડી છે. હરામનો પૈસો પચાવો કાઠું છે, તે બાબત આ ફિલ્મમાં જોઈ શકાય છે.

હું આ ફિલ્મને ૬ સ્ટાર આપું છું.




Minnal murali

દક્ષિણ ભારતની ફિલ્મો અલગ-અલગ વિષય પર બનતી હોય છે. મિન્નલ મુરાલી પ્રેમકથા છે. ફિલ્મમાં બે એકતરફી પ્રેમી દર્શાવ્યા હોય છે. તે બંને પર એક જ સમયે માથે વીજળી પડવાના લીધે વિદ્યુતની તાકાત તેમના શરીરમાં આવી જાય છે. આ શક્તિનો એક વ્યક્તિ સારો ઉપયોગ કરે છે અને બીજો ખરાબ. તેમની પ્રેમકથાના અંજામ આકરા આવે છે, જેનું આખા ગામે ભોગવવું પડે છે. ફિલ્મમાં હોલીવુડ જેવી ફાઇટ્સ અને VFX ઇફેક્ટ્સ જોવા મળે છે. હોલીવુડ શ્રેણીની મારધાડ દેખાય છે. ફિલ્મનો અંત નબળો છોડ્યો છે અને પ્રેમનું ખોટું સ્વરૂપ આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે, જેનાથી અતિસંવેદનશીલ લોકો પર ખોટી અસર થઈ શકે છે.

હું આ ફિલ્મને ૫.૫ સ્ટાર આપું છું.




Minaxi Sundareshwar

આ ફિલ્મ એંજિનયર્સ, હાઉસવાઈફ્સ, ઘરથી દૂર નોકરી કરવા જતાં લોકો અને નીટ દારૂ પીવાવાળા લોકોને સારું લગાડવા બનાવી હોય એવું પ્રતીત થાય છે. બોલિવુડની જૂની પ્રણાલી મુજબ હીરોની (જરૂર વગરની) ખોટી મરદાનગી સ્વીકાર્ય છે, તેવું ફિલ્મમાં જોઈ શકાય છે. છતાં, ફિલ્મ મગજ માટે વધારે હાનિકારક નથી. મનોરંજન માટે એકવાર જોઈ નખાય. ૨૦૧૨-૧૩-૧૪માં એવી ફિલ્મો આવી હતી જેના બધા જ ગીતો નવ્ય, સદાબહાર, શાનદાર હતા. એક વિલન, ટુ સ્ટેટ્સ, યે જવાની હે દિવાની અને આશિકી ટુ જેવી ફીલ્મોના બધા જ ગીત પસંદ પડે એવા હતા. આટલા વર્ષો પછી હવે છેક ૨૦૨૧માં ફિલ્મ મીનાક્ષી સુંદરેશ્વર આવી, જેના સર્વ ગીતો કર્ણપ્રિય છે. આ ફિલ્મના મને બધા જ ગીતો પસંદ આવ્યા. ખૂબ જ ઉમદા અને ઉત્તમ શૈલીનું સંગીત અને બોલ ગીતમાં ઉપયોગમાં લેવાયા છે.

હું આ ફિલ્મને ૫.૫ સ્ટાર આપું છું.




Zodiac

પ્રિન્સ ઓફ પરસિયા (જેક જિલનેહાલ), આયનમેન(રોબર્ટ ડાઉની જુનિયર) અને ઇંક્રેડીબલ હલ્ક ત્રણેયથી ભેગા મળીને એક સાઇકો કિલરનો કેસ ઉકેલી ન શકે તે ખરેખર શરમજનક બાબત છે. મને તો ફિલ્મ જોઈ ટાઈમ બગાડયો હોય એમ લાગ્યું. મેં મારા જીવનના અમુલ્ય સવા કલાક આ ફિલ્મ પાછળ બગાડ્યા, જેનો ઉપયોગ હું સુવા જેવા શ્રેષ્ઠ કાર્ય માટે કરી શક્યો હોત. ફિંચરે ડિસ્પોઈંટ કર્યા!

હું આ ફિલ્મને ૫ સ્ટાર આપું છું.




Bad teacher

નિશાળ માં ફક્ત ખરાબ છાત્ર જ નથી હોતા. ક્યારેક ખરાબ શિક્ષિકા પણ હોઈ શકે છે. તેના ખરાબ ભણાવવાના આચારમાં વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકોને તકલીફ ઉભી થાય છે. તે શિક્ષિકાનું મનસ્વી પણું અને તેના તરંગી મૂલ્યોથી નક્કી કરેલા ધ્યેયમાં પરિવર્તન આવે છે. શિક્ષકો વચ્ચે થતી રાજનીતિ અને શિક્ષણ પદ્ધતિની હરીફાઈ દર્શાવતી ફિલ્મની પટકથા મજબૂત છે. છતાં, કેમેરોન ડિયાઝના પ્રૌઢ હુશ્ન સિવાય કાઈ ઝાઝું સારું દેખાય એમ નથી. સિવાય ફિલ્મનો અંત. બધું વાળી ચોળીને સારું દર્શાવાયું છે.


હું આ ફિલ્મને ૫ સ્ટાર આપું છું.




The royal treatment

સાદી સિમ્પલ કેઝ્યુયલ લવ સ્ટોરી પરંતુ ૨૦૨૧ની સાલમાં છીએ એવું દેખાઈ આવે. જે કોઈએ ઇમરાન ખાનની ‘જાને તું યા જાને ના’ અને એવી બીજી રોમ-કોમ ફિલ્મો જોઈ હશે, તેમને આમાં કઈ ખાસ નહીં લાગે પણ ૨૦૦૦ની સાલ બાદ જન્મેલા યુવાઓને આ રોમેન્ટીક ફિલ્મ ગમશે. વિદેશી ફિલ્મોમાં આ એક બાબત જબરી જોવા મળે છે, ફિલ્મના અંત ભાગમાં બધા પાત્રો સુધરી જાય. સારું વર્તવા લાગે. સવા એક કલાક સુધી હીરો-હિરોઈનને હેરાન કરી હોય અને છેલ્લે ચરિત્ર પલટો થયો હોય એમ સુધરીને નિખાલસ બનવા લાગે. બળજબરી કરીને હેપ્પી એંડિંગ લાવવાનો આ પ્રયાસ પહેલી વખત નથી થયો.

હું આ ફિલ્મને ૪.૫ સ્ટાર આપું છું.




Savages

ફક્ત ને ફક્ત સલમા હાયેકના કારણે આ ફિલ્મ જોવાની મેં પસંદ કર્યું હતું. અફકોર્સ હાયેકનો વિલન અંદાજ તમને નિરાશ નહીં કરે પણ ફિલ્મમાં ડ્રગ ડિલિંગ સિવાય કઈ ખાસ નથી.

હું આ ફિલ્મને ૪ સ્ટાર આપું છું.




Pagleit

સ્ત્રી સશક્તિકરણ પર સારી ફિલ્મ છે. સારી એટલે ઠીકઠાક. કશું ફિલ્મમાં એવું અદ્ભુત નથી થઈ જતું પણ જોઈ શકાય. ફીલ્મો અનુસાર હાલની તારીખમાં વિધવા સ્ત્રીઓની શું હાલત હોય શકે તે જાણી શકાય છે. ફિલ્મનો અંત અધૂરો લાગ્યો. જે માણસ ઊકલી ગયો હતો. તેનો ચહેરો છેક અંત સુધી પણ નથી દેખાડતા. જ્યારે એ પાત્ર જ મુખ્ય મૃત ભૂમિકામાં હતું. એવું નહીં કે કલાત્મક રીતે દર્શાવા ચહેરો નહીં દેખાડ્યો. આમ, સસ્પેન્સ ઊભું કરે, જાણવાની જિજ્ઞાસા જગાડે પણ તે મૃત પતિ કોણ હતો તે જાણવા નથી મળતું. આખી ફિલ્મ પૂરી કર્યા બાદ પણ જ્યારે નાયકનો ચહેરો ન જનાવમાં આવે ત્યારે ‘વેલકમ’ ફિલ્મના ઉદય શેટ્ટીનો ડાઈલોગ સાંભરે: “યે રાઝ ભી ઉસી કે સાથ ચલા ગયા!”

હું આ ફિલ્મને ૪ સ્ટાર આપું છું.




૩૬ ફાર્મહાઉસ

નિર્દેશક સુભાષ ઘાઈએ તેમની લક્ષણિક્તા મુજબ સંપત્તિ પાછળ ઘેલા બનેલા અમીર ઓલાદની વાત મૂકી છે. ફિલ્મ કોમેડી ફેમિલી ડ્રામા છે. સંજય મિશ્રા ને અત્યાર સુધી શુદ્ધ કોમેડી કરતા જ જોયો હતો. અને તે એમાં જ સરસ અભિનય કરે છે. અશ્લીલ મજાક કરતા સંજય મિશ્રા એ પ્રથમ વાર કોમેડીમાં નિરાશ કર્યા. વિજય રાઝ ઘરનો સિરિયસ મુખિયાના પાત્રમાં જોવા મળે છે. તે પાત્રમાં એટલો અંદર ઘુસી ગયો છે, એટલો ગંભીર દર્શાવ્યો છે કે એમ લાગી આવે કે આ ભાઈને ઈલાજ શક્ય ન હોય એવી બીમારી થઈ હશે. સુભાષ ઘાઈ ૨૦૨૨માં ૮૦ના દાયકાના કોન્સેપ્ટ વાળી ફિલ્મો બનાવે છે. પૈસે હો તો ક્યાં કુછ નહીં હો શકતા! એવી વાત થઈ આ તો. લેવલ અપ કરવાની જરૂર છે.


હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપું છું.




Mard ko Dard nahi hota

અર્બન ફિલ્મના નામે કચરો ઠલવાઇ રહ્યો હોય એવું લાગ્યું. વર્ણનકાર અને નાયકની ભૂમિકા એક જ અભિનેતા નિભાવી છે. ખરેખરમાં તે અભિનેતા કોઈ એક જ કાર્યને ન્યાય આપી શકે એમ હતો, તેમ છતાં, તેને બંને કામ સોપી ફિલ્મ રદ્દી બનાવી નાખી. હિરોનું નરેશન વગર કામનું દોઢડહાપણ કરતું હોય એમ લાગ્યું. વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતાના પાત્રમાં અને અભિનયમાં દમ હતો, જેથી ફિલ્મનો બેડો પાર થઈ ગયો અને ઍવોર્ડ પણ જીતી.

હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપું છું.




Loop lapeita

તાપસીબેન કેમ આવી ફિલ્મ પસંદ કરે એ સમજમાં નથી આવતું. સોર્સકોડ ફિલ્મના કોન્સેપ્ટનું આવું દૂબળું હિન્દી પ્રદર્શન જોઈ પેરાગ્લાઇડિંગ કરતાં પેલા ભાય યાદ આવી ગયા “મેં અપશબ્દ હું જો યહાં આયા!” આવી ફિલ્મો ના કરો યાર, તાપસીથી મને ઘણી આશા હતી. ખાસ, તો થપ્પડ મૂવી જોયા બાદ. જોકે, એ ફિલ્મમાં પણ વાત ચ્વિંગમની જેમ લંબાઇ હતી પણ દેશ આઝાદ છે અને સ્ત્રીઓ સ્વતંત્ર થતી જાય છે એટલે વધુ કઈ કહેવાય નહીં. એ ફિલ્મ વિષે સમય લઈને ક્યારેક વાત કરીશું. લૂપ લપેટા ફિલ્મ મગજ પર કડવો મનોરંજક અત્યાચાર કરવામાં આવી રહ્યો એવી લાગી.

હું આ ફિલ્મને ૩ સ્ટાર આપું છું.




Through my window

ફ્રાંસવાળાએ હદ કરી છે. માન્યું એક સમયે તમારું સાહિત્ય વખાણવા લાયક હતું એનો અર્થ એ નહીં કે તમે કોઈપણ નવલકથા ઉપાડી ફિલ્મો બનાવા લાગશો. પહેલા તો પ્રેમકથા તરીકે જે ફિલ્મમાં જેવી ઘટનાઓ બને છે, તે અજુગતિ અને અવાસ્તવિક લાગી. અવાસ્તવિક હોવા છતાં પણ બહુ મજા આવે એવું કઈ નથી થતું. કિસીંગ સીન રોમેન્ટીક લાગી શકે. પતિ/પત્ની/બોયફ્રેંડ/ગર્લફ્રેંડ અથવા પ્રિય પાત્ર સાથે હોવ તો જોવાની મજા આવે. એ વસ્તુને બાદ કરતાં ફિલ્મની પટકથા એવરેજ ટીકટોક સ્ટાર્સના શરીર જેવી નબળી છે. જેમ ઉપર કહ્યું ‘ધ રોયલ ટ્રીટમેંટ’માં એમ આમાં પણ ફિલ્મના અંત ભાગમાં સૌનો હ્રદય પલટો થાય છે. ખલનાયક પાત્રો નાયકની મદદ કરે, સહકાર આપતા દેખાય. એવું કરવાનું કોઈ ખાસ કારણ પણ ન હતું તેમની પાસે સિવાય કે ફિલ્મ પૂરી થવાની છે અને વાર્તા મુજબ આપણે હેપ્પી એન્ડ લાવાવનો છે.

હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપું છું.




Crazy rich Asians

દિલગીરી સાથે કહું છું આ ફિલ્મ જોતાં-જોતાં હું સૂઈ ગયો હતો. માટે હું નથી જાણતો વચ્ચે શું થયું થાય છે પણ અંતમાં ઉપરની ફિલ્મોમાં જોયું એમ હીરો-હિરોઈન એકબીજા સાથે હસીખુશીથી રહેવા લાગે છે અને વીલનની ભૂમિકાવાળા પાત્રોનો હ્રદયપલટો એકાએક થતાં સૌ કોઈ બંનેનો પ્રેમ સ્વીકારી લગ્ન માટે રાજી થાય છે.

હું આ ફિલ્મને ૨ સ્ટાર આપું છું.




The girl next door

સાદી ટીનએજ પ્રેમકથા. હીરો હિરોઈન પ્રેમમાં પડ્યા, હિરોઈન નારાજ થઈ, વિલન હિરોઈનને ઉઠાવી ગયો, હીરો હિરોઇનને બચાવે છે ધી એન્ડ.




Texas chainsaw massacre

થ્રીલર-સપ્સ્નેસ ફિલ્મો જોવી એટલે ગમે કે તેમાં કઈક વાર્તા હોય. કશુક જાણવા મળે. આ ફિલ્મમાં ફક્ત થ્રીલર સીન જોવા મળે છે, હ્રદય ધડકાવનારું સંગીત તો છે પણ સારી સ્ટોરી: ૪૦૪ નોટ ફાઉંડ! બસ, એક ગાંડો કટર લઈ લોકોને કાપવા લાગે. બીજું કઈ નથી ફિલ્મમાં. રોંગ ટર્ન અને સો જેવી ફિલ્મોમાં કઈક વાર્તા તો હતી આમાં કઈ નથી. સમય વેડ્ફ્યાજેવુ લાગ્યું એના કરતાં અમુલ્ય ઊંઘ લઈ લીધી હોત તો સારું રહેત.

છેલ્લી બંને ફિલ્મો માટે મારી પાસે આપવા માટે કોઈ સ્ટાર નથી, સ્ટારના બદલે ઉલ્કા આપવી હોય તો આપી શકાય. જો તમારા કોઈ પાસે હોય તો!

-કીર્તિદેવ


Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ