ASUR1&2 X મનોવિજ્ઞાનના સંદર્ભે
ASUR1&2 X મનોવિજ્ઞાનના સંદર્ભે ( સ્પોઈલર અલર્ટ ) યુવાઓમાં નારૂટો ( NARUTO ) નામનું એક જાપાની એનિમે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મૂળ નારૂટો નામની કોમિક પરથી આ એનિમે ૨૦૦૩માં શરૂ થયું હતું , જેના નવા એપિસોડ બોરુટો ( BORUTO) નામે હાલમાં પણ ટીવી પર આવે છે. ૧૬ વર્ષથી આ એનિમે ચાલતું આવ્યું છે અને તેની લોકપ્રિયતા વધતી જાય છે. આ એનિમે વિષે લખવાનું કારણ શું છે તે આગળ જણાવું. નારૂટોમાં યોગનો એક શબ્દ વારંવાર બોલવામાં આવે છે. એક રીતે આખો શો તે એક શબ્દ પર બન્યો છે. એવું કહીએ તો પણ વધારે અતિશયોક્તિ ના કહેવાય. તે શબ્દ છે:ચક્ર ( CHAKRA) ધ્યાન - યોગમાં શરીર ના કેન્દ્રોને ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આધ્યાત્મમાં પણ ચક્રનું ધ્યાન સાથે જોડાણ હોય છે. જાપાની લોકોએ આ ચક્રની તાકાત શું છે ?/ તેની કલ્પના કેવી અદભુત કરી શકાય ? તેનું નિરૂપ...