ASUR1&2 X મનોવિજ્ઞાનના સંદર્ભે

 ASUR1&2 X મનોવિજ્ઞાનના સંદર્ભે

 


(સ્પોઈલર અલર્ટ)

યુવાઓમાં નારૂટો(NARUTO) નામનું એક જાપાની એનિમેખૂબ જ લોકપ્રિય બન્યું છે. મૂળ નારૂટો નામની કોમિક પરથી આ એનિમે ૨૦૦૩માં શરૂ થયું હતું, જેના નવા એપિસોડબોરુટો(BORUTO) નામે હાલમાં પણ ટીવી પર આવે છે. ૧૬ વર્ષથી આ એનિમે ચાલતું આવ્યું છે અને તેની લોકપ્રિયતા વધતી જાય છે. આ એનિમે વિષે લખવાનું કારણ શું છે તે આગળ જણાવું. નારૂટોમાં યોગનો એક શબ્દ વારંવાર બોલવામાં આવે છે. એક રીતે આખો શો તે એક શબ્દ પર બન્યો છે. એવું કહીએ તો પણ વધારે અતિશયોક્તિ ના કહેવાય. તે શબ્દ છે:ચક્ર (CHAKRA) ધ્યાન-યોગમાં શરીરના કેન્દ્રોને ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આધ્યાત્મમાં પણ ચક્રનું ધ્યાન સાથે જોડાણ હોય છે. જાપાની લોકોએ આ ચક્રની તાકાત શું છે?/તેની કલ્પના કેવી અદભુત કરી શકાય? તેનું નિરૂપણ નારૂટોમાં કર્યું છે. મારે લેખની શરૂઆત નારૂટોથીએટલે કરવી પડી કારણ ભારતીયોને ૧૭ વર્ષ લાગ્યા ભારતીયધર્મ પુસ્તકોમાંથી સંદર્ભ લઈ સરખું મૂવી અથવા વેબસીરિઝજેવુ મનોરંજન ઊભું કરવામાં. SACRED GAMES1&2માં X SUJHAL THE VORTEX X KANTARA (ENDING SCENE) ધર્મ વિશે દર્શાવ્યું છે પણ અસુર જેવી પકડ તેઓ જકડી નથી શક્યા.

 

અસુર(૨૦૨૦) પહેલા પણ ધાર્મિક ગ્રંથોના સંદર્ભમાંથી ફિલ્મો બની છે પણ તેનો પાયો મોટા ભાગ મહાભારત અને રામાયણ હતો. જેનાથી બહુધા લોકો પરિચિત હોય છે. અસુરનો કોન્સેપ્ટવિષ્ણુ પુરાણમાંથી લેવામાં આવ્યો છે. ઓછા લોકો સમગ્ર વિષ્ણુ પુરાણ જાણતા હશે. જેથી આ સિરિઝ રસપ્રદ બને છે. સિરિઝના વિઝ્યુલ્સ હ્રદય થડકાવનારા છે. એક પછી એક ઘડાતા રહસ્યો અને તેના ઉકેલ દર્શકને વિસ્મય પમાડે છે.

 

ભાગ૧માં અસુર કેટલીક જગ્યાએ યથાર્થ અને તાર્કિક લાગતો. ખરાબ પેરેંટિંગનું શું પરિણામ આવી શકે તેનું સચોટ ઉદાહરણ શુભ છે. શુભની માનસિકતા, પાત્રોનું વર્તન અને મિથ્યા પર અવતરેલા શુભના નિર્ણયોએ એવું કદરૂપું પરિણામ લાવી દીધું,જે માણસની આસ્થા પર પ્રશ્ન ઊભો કરી દે. શું ખરેખરમાંમાણસના મૂલ્યોમાં તર્ક છે કે તે પાયા વિહોણા છે? અસુર નૈતિક પરીક્ષા લેતો, સાધારણ મનુષ્યની ભાવના કેવી પ્રતિક્રિયા આપશે, તે જાણતો હતો. શુભ જ્ઞાની થઈને પણ અસુર બન્યો.ક્યાંક વાંચ્યું હતું:

दुर्जन: परिहर्तव्यो विघयाडलड़ँकृतोडपी सन्।

मणिना भूषित: सर्प: किमसौ न भयड़ँकर:॥

અર્થાત,

દુષ્ટ માણસને હંમેશા ત્યજી દેવો જોઈએ, ભલે તે વિદ્વાન હોય. શું માથા પર રત્ન ધરાવતો નાગ ખતરનાક નથી હોતો? શુભ સામાન્ય લોકોના બ્રેનવોસ કરી તેમની પાસેથી અયોગ્ય કામ કરાવતો. આ એક વાસ્તવિક સમસ્યા છે. જ્યારે રાજનીતિ, ધર્મ અથવા કોઈ માણસમાં આંધળો વિશ્વાસ થઈ જાય ત્યારે તે વિસ્તાર અને લોકોનું પતન શરૂ થઈ જવું સમજવું. શું એવા લોકોથી દૂર ના રહેવું જોઈએ? ધર્મગુરુઓ-રાજનેતાઓનુંઆંધળું અનુકરણ સામાજિક-આર્થિક નુકસાન કરે છે તો પણ લોકો એમનામાં આંખ બંધ કરી વિશ્વાસ મૂકે છે. જેના પરિણામ અસામાજિ આવતા હોય છે.  સિરિઝમાંથી ખાસ તો સૌએ પેરેંટિંગ શીખવું જોઈએ. તેના પિતા-દાદા ઇચ્છતા હોત તો તેને બદલી શક્યા હોત પણ પિતાના કઠોર સ્વભાવે અને દાદાનાનરમ સ્વભાવે શુભના મગજમાં અલગ જ વિકૃતિ ઊભી કરી.શુભને નાનપણથી જ માનસિક ઉપચારની જરૂર હતી.

 

શુભ-અનંત બંને ધર્મગુરુ હતા. બંનેમાં આસ્થા રાખનાર લોકો બ્રેનવોસ/માર્કેટિંગથી પીડિત હતા. આ સિરિઝમાંથી આટલું તો શીખી જ લેવું જોઈએ કોઈ અવતાર કે જાદુઇ કરતબ કરનાર માણસ ઈશ્વરનો અંશ/પર્યાય નથી. કોઈને નુકસાન પહોંચાડી ઈશ્વરની સ્થાપના કરવી કે જાદુઇ કરતબથી અંજાઈ જઈ જે-તે વ્યક્તિને ઈશ્વરનું સ્થાન આપવું બૌદ્ધિક સુન્નતા(Numbness)છે.

 

જો શુભ વિષ્ણુ અવતાર ખરેખર લાવવા માગતો હોત તો લગાવ કેમ રાખે? કેમ ધનંજય રાજપૂત સાથે દસ વર્ષ પછી બદલો લે?અને એની સાથે ટસલમાં ઊતરવું એટલે પોતાના લક્ષ્યથી દૂર થવું. આ શીખ આપણે પણ લેવી જોઈએ. કોઈ આપણને નુકસાન પહોંચાડે અથવા ખોટું કરે તો તેની સામે બદલો લેવા અથવા તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં પોતાના લક્ષ્ય પર જ ધ્યાન રાખવું જોઈએ. જો એવા બધા પરિબળો પર ધ્યાન આપ્યું તો કષ્ટના બોજ નીચે દબાવા લાગશો અને લક્ષ્ય વધુને વધુ દૂર થતું જશે. શુભનું કેન્દ્ર વિષ્ણુ અવતાર હોવું જોઈતું. શુભ બદલોલેવાના આક્રોશમાં તેના મુખ્ય લક્ષ્યથી વિચલિત થઈ ગયો. આની પહેલા પણ લોકો દેશ-દુનિયા જીતવા તેમજ તબાહ કરવા નીકળી પડ્યા હતા. તે સૌનું તર્ક આભાસી હતું. શુભના વર્તનનાઘણા પાસાઓથી સમજી શકાય છે તેને માનસિક સારવારની જરૂર હતી.

 

શુભના દાદા જે મનોચિકિત્સક પાસે અલગ-અલગ ટેસ્ટકરાવવ શુભને લઈ ગયામનોચિકિત્સકે ચેતવણી આપી હતી જો શુભનું સરખું ધ્યાન રાખવામા નહીં આવે તો વિપરીત પરિણામ આવશે. જો શુભના IQ સાથે ઇમોશન ટેસ્ટ કરાવ્યોહોત તો સમજી શકતા શુભનું મગજ શું અનુભવે છે. ઘણી મનોવૈજ્ઞાનિક કસોટીઓ માણસના વિવિધ ભાવને માપે છે. ક્રોધ, પ્રેમ વગેરે. કોઈપણ મનોચિકિત્સક પાસે જાવ તે IQ,Emotion & Aggression test જરૂર કરાવે પણ શુભ સાથે એવું કઈ થતું નથી. કારણ સ્ટોરીની ડિમાન્ડ ન હતી. આવી નાની ભૂલોને અવગણતા સિરિઝનો વિષય વિશેષ અને રસપ્રદ છે. હોલીવુડમાં ઘણી sci-fi-થ્રીલર વેબ સિરિઝ બની છે. ભારતે સત્તાવાર રીતે એ લેવલનું કંઈ કામ આપ્યું છે.

 

સિરિઝમાં આગળ ઘણાં રહસ્યો ઉકેલવાના બાકી છે. શું વૃંદા આગામી કલ્કી અવતાર હશે? કે તે શુભના બાળકની માતા બનશે? કે ખુદ ડી.જે. વિલન નિકળશે? કંઈપણ થઈ શકે છે. શું વૃંદા ખરેખર આંધળી હતી? ડી.જે. પ્રથમવાર વૃંદાને મળવા આવે છે, સહજતાથી હસ્તધૂનન કરવા હાથ આગળ કરે છે. વૃંદા સામે પ્રતિક્રિયા આપે છે. જો તે અંધ હતી તો કેવી રીતે ખબર પડી ડી.જે. હસ્તધૂનન કરવા હાથ લંબાવે છે? વૃદામાં ઘણા રહસ્યો છે. ફક્ત તે એક જ વ્યક્તિ અસુરની બ્રેઇલ ભાષા સમજી શકે છે. કથામાં વૃંદાનું કંઈ બેકગ્રાઉન્ડ જણાવ્યું નથી. વૃંદા આગળ જઈને શું કરશે? તે જાણવામાં દર્શકો આતુર છે. સિરિઝમાં આંગળીનું શું રહસ્ય છે, નથી જણાવ્યું. મેં ઘણા દર્શકોન્ પૂછ્યું તેમના મુજબ અસુરની ખૂન કરવાની સ્ટાઈલ એવી હશે પણ મને એટલું નથી લાગતું. તે કોઈ કામ તર્ક વગર નથી કરતો. કદાચ ભાગ ત્રણમાં જાણી શકાશે અથવા લખાણની ભૂલ હોય શકે.

 

અન્ય ભારતીય વેબ સિરિઝ જેમ અસુરમાં પણ વાર્તા ફક્ત ટાર્ગેટેડ ઓડિયન્સને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છેકલ્કિ અવતાર માટે સમગ્ર વિશ્વમાં માણસાઈ મરી પરવારી જોઈએને? શરત એ જ તો હતી. જ્યારે સમગ્ર વિશ્વમાં અજ્ઞાન-જુલ્મ ફેલાશે ત્યારે કલ્કિ અવતરશેસિરિઝમાં શુભ ભારત સુધી જ સીમિત રહ્યો. બૌદ્ધ સાધુ બનેલો અનંતનું જ્યારે હિન્દુ રિવાજ મુજબ અભિષેક કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન થાય કે ખરેખર ભારતમાં આટલી બધી વ્યાપકતા-વિવિધતા છે કે ખાલી બૉલીવુડ લૉજિક છે? આખી વેબ સીરિઝમાં કમાલનું લખાણ છે પણ આવી કોન્સેપ્ચ્યલ એરર દર્શકને રમૂજ પહોંચાડેછે.


હું આ સિરીઝને ૭.૫ સ્ટાર આપું છું.

 

-કીર્તિદેવ

Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ