માવજત-૨
MOST CREATIVE MONOLOGUES OF ALL TIME! ઝેવિયર્સમાં બેચલર્સ કરતો હતો ત્યારે કલફેસ્ટમાં મોનોલોગની સ્પર્ધા જોઈ હતી. દરેક પ્રતિસ્પર્ધીનો અભિનય દર્શકને જકડી રાખનાર હતો. ત્યારથી થતું હતું મારે પણ મોનોલોગ કરવો જોઈએ. બે વર્ષ બાદ જાવેદ અખ્તરની કવિતા “કૈસે બતાઉ મેં તુમ્હે” સાંભળી અને આખી રચના મોઢે કરી નાખી. લોકો સમક્ષ રજૂ કરી અને સારો પ્રતીભાવ મળ્યો. એના પછી રશ્મીરથીની કેટલીક પંક્તિઓ અને અન્ય કવિઓની રચનાના મોનોલોગ કરવાની બહુ જ મજા આવી. આ લેખ લખવાનું કારણ મારી મોનોલોગ પ્રત્યેની અમાપ અભિરુચિ છે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કહેવાતા બે ટીવી શોઝના બે મોનોલોગ વિષે વાત કરવી છે. આ મોનોલોગ વ્યક્તિની એ સંવેદનાઓને સ્પર્શે છે જે રોજબરોજના જીવનમાં કે સામાન્યત: નથી અનુભવાતી. આ એકાંકી સંવાદ દર્શકને નૈતિક દુવિધાના વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ સમજાવાનો પ્રયાશ કરે છે. દર્શકની ભાવના , તેના સંબંધોનું 360 ॰ મૂલ્યાંકન કરવા પ્રેરે છે. વાત ગહન છે , લેખ લાંબો છે. તમારી અનુકૂળતા અને માનસિક તૈયારી સાથે વાંચવો. ફ્રી ચૂરોવ્ ( Bojack Horseman S5-E6 ) ભાવનાના સાગરમાં એક ઊંડી ડૂબકી “ મારી માતા મૃત્યુ પામી છે અને હ...