Erin Brockovich (૨૦૦૦) x કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓ
આ જગતમાં રોજગાર જંખતો માણસ ગમે તેવી પરિસ્થિતીમાં કોઈપણ ક્ષેત્રમાં રોજગાર મેળવી લે છે. જેની પાસે રોજગાર નથી , તેમના પસંદગીના ધોરણો ચોક્કસ છે અથવા તો કામ કરવાની ધગસ નથી. એરિન બ્રોકોવીચ(જુલિયા રોબર્ટ્સ) એકલી માતા છે , જેના ત્રણ સંતાન છે. પતિથી અલગ થયા બાદ નોકરી કરવાની તેને ફરજ પડે છે. એરિન પાસે કોઈ ડિગ્રી , ઉચ્ચ અભ્યાસ/કાર્યનો અનુભવ નથી. તે નોકરી માટે વલખાં મારે છે. વચગાળામાં તેનો અકસ્માત થાય છે અને કોર્ટમાં કેસ કરે છે. અકસ્માતનો કેસ તે હારી જાય છે અને આકસ્મિક રીતે વકીલની ફર્મમાં નોકરી લાગે છે. હંમેશા બોલ્ડ અંદાજથી રહેવાવાળી એરિનની કપડાંની પસંદગી અને ગરમ મિજાજના કારણે તે અન્ય સહકર્મીઓ સાથે હળીમળી નથી શક્તી. એરિનના હાથમાં પ્રથમ કેસ પીજી & ઇ(પેસિફિક ગેસ & ઇલેક્ટ્રીક) રિયલ એસ્ટેટનો આવે છે. આ કેસ પર તે પોતાની ઈચ્છા અને કુશળતા મુજબ તપાસ કરે છે , કેસનો અંતિમ નિષ્કર્ષ અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઝડપથી ન્યાય મેળવવા માટે યાદગાર બની જાય છે. એક મહાવિશાળ કંપનીની ઈરાદાપૂર્વકની ‘ ભૂલ ’ (ન્યાયાલય મુજબ) લોકો માટે પ્રાણઘાતક બની જાય છે અને વકીલ કેવી રીતે ન્યાય અપાવે છે....