ગુલાલ (૨૦૦૯) x રાજધર્મ
‘ આરંભ હે , પ્રચંડ! બોલે મસ્તકો કે ઝુંડ! ’ આ ગીત સાંભળતા એટલું શૂરાતન ચઢે કે એમ થાય સ્પીકર કાને લગાડી અવાજ ફૂલ કરી સાંભળ્યા કરું. ‘ ધ કશ્મીર ફાઇલ્સ ’ મૂવી પર છેલ્લા ઘણા અઠવાડીયાથી ચર્ચાઓ અને વિવાદ ઉપજ્યા છે. લોકોએ કહ્યું આ ફિલ્મ જોઈ તો હવે અમારી જ્ઞાતિ પર અત્યાચાર થયો એ વાળી ફિલ્મ પણ જોવો. અમારા વાળી ફિલ્મને કેમ ટ્રેન્ડ ન કરાઇ ? વગેરે જેવા અઢળક પ્રશ્નો ઊભા થયા છે અને અધધ વિવાદ વધી રહ્યા છે. સમાચારમાં જાણવા મળ્યું ઓડિશા રાજ્યમાં એક સમૂહે ગયા શુક્રવારે રીલીઝ થયેલી ફિલ્મ બંધ કરાવી , ફક્ત ધ કશ્મીર ફાઇલ્સ મૂવી જ દેખાડે તેવો આગ્રહ જાહેર કરી સિનેમા હૉલના મેનેજરને ધાક દેખાડી , અન્ય ફિલ્મ બંધ કરાવી. ‘ ધ કશ્મીર ફાઇલ્સ ’ ફિલ્મ પર બહુ બધા આસ્વાદ લખાયા , જે લોકોએ ભણ્યા પછી અને મેસેજ સિવાય કશું નથી લખ્યું એવા લોકોએ પણ પોતાનો અભિપ્રાય મૂક્યો. ઉપર કહ્યું એમ ઘણાએ જય ભીમ , શુદ્ર – ધ રાઈસિંગ , જેંગો અનચેઇન્ડ , સ્કીન્ડ્લર્સ લિસ્ટ , ધી પિયાનો વગેરે જેવી ફિલ્મોના સજેશન આપ્યા. આ સૌમાં એક ફિલ્મ ન આવી , જેની મને ઈચ્છા હતી કે કોઈક એના પર બોલે પણ આટલા દિવસો પછી પણ આ એના વિષે કોઈ કઈ બોલ્યું નહ...